________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : આત્મભાવના વિકલ્પથી આત્મા ગ્રાહ્ય થાય તેવો નથી; વાણીમાં ને વિકલ્પમાં તો ભેદથી પ્રતિપાદન આવશે, “આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ છે” એમ પ્રતિપાદન કરે તો તેમાં પણ ભેદ છે, તે વાણીના કે ભેદના લક્ષ આત્માના નિર્વિકલ્પ સ્વરૂપનું ગ્રહણ થતું નથી, માટે ભેદનો વિકલ્પ ઊઠે તે પણ મોહની ચેષ્ટા છે, મારા જ્ઞાયકતત્ત્વમાં તે વિકલ્પનો પ્રવેશ નથી.
જુઓ, આ અંતર્મુખદષ્ટિનો અભિપ્રાય! હું તો જ્ઞાયક જ છું, વિકલ્પ કે વાણી મારું સ્વરૂપ નથી. ઉપદેશની વૃત્તિ આવે ને વાણીનો ધોધ છૂટતો હોય તે વખતે પણ જ્ઞાનીને આવી જ્ઞાયકતત્ત્વની દષ્ટિ છટતી નથી. અને જે વિકલ્પ ઊઠયો છે તેને પણ જ્ઞાનતત્ત્વથી ભિન્ન, મોહનું કાર્ય જાણે છે, તે વિકલ્પ અસ્થિરતાની ચેષ્ટા છે એમ જાણે છે એટલે તેનું જોર વિકલ્પ ઉપર નથી જતું પણ જ્ઞાયક સ્વભાવ તરફ જ તેનું જોર રહે છે. તેથી તેને વિકલ્પ તૂટીને સ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિ થાય છે.
અહો, આચાર્યદેવ કહે છે કે પરમ ઉપશાંત ચૈતન્યતત્ત્વના આનંદમાંથી બહાર નીકળીને અસ્થિરતામાં જે વિકલ્પો ઊઠે છે તે મારી ઉન્મત્ત-ચેષ્ટા છે. જાઓ તો ખરા ! આ છઠ્ઠી–સાતમાં ગુણસ્થાને ઝૂલતા ને પંચપરમેષ્ઠીપદમાં ભળેલા એવા શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે કે અરે! અમારા અતીન્દ્રિય આનંદના વેદનમાંથી બહાર નીકળીને પરને સમજાવવાનો વિકલ્પ ઊઠે તે પણ નિરર્થક ઉન્મત્તવત્ ચેષ્ટા છે. જે શુભ રાગના વિકલ્પને આચાર્યદેવ ઉન્મત્તચેષ્ટા કહે છે તે શુભરાગથી અજ્ઞાની મૂઢજીવો સંવર-નિર્જરા થવાનું માને છે. અરે ! વીતરાગી સંતોએ જેને ઉન્મત્તચેષ્ટા કીધી તેને મૂઢ જીવો ધર્મ માને છે, પણ તેમની તે માન્યતા ઉન્મત્ત જેવી છે. રાગ અને ધર્મ વચ્ચેનો વિવેક નહિ જાણતા હોવાથી તેઓ ઉન્મત્ત જેવા છે. ભગવાન ઉમાસ્વામી તત્ત્વાર્થસૂત્રજીમાં કહે છે કે “સતોરવિશેષTધदृच्छोपलब्धेरुन्मत्तवत्'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com