Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 359
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫): આત્મભાવના અહીં તો કહે છે કે દેહ આત્મા નથી, “તાતુ ન : યોનિનાં વરિત' એટલે દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વમાં જ્યાં ઉપયોગને જોડયા ત્યાં નિજાનંદના અનુભવમાં લીન મુનિને દેહનું લક્ષ જ નથી પછી દુઃખ કેવું? બહારમાં શરીરને સિંહ-વાઘ ખાતા હોય ને અંદર મુનિ અતીન્દ્રિય સુખની મોજ કરતા હોય; બહાર શરીર બળતું હોય ને અંદર આત્મા પરમ શાંતરસમાં ઠરી ગયો હોય! (પાંડવોની જેમ.) આમ દેથી ભિન્ન આત્મતત્ત્વને જાણીને તારા નિજસ્વરૂપમાં ઉપયોગને જોડ,-એવો ઉપદેશ છે. નિજસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ મોક્ષમાર્ગ છે, તેમાં સુખ છે, તેમાં સમાધિ છે, તેમાં મહા આનંદ છે, તેમાં કિંચિત્ દુઃખ નથી. (૧૦૦) * * * * * * સત્ આત્માને મૃત્યુ નથી દેહથી ભિન્ન નિજસ્વરૂપમાં ઉપયોગને જોડનાર મુનિઓને કદી દુઃખ નથી–એ વાત બતાવી; અને આત્મા પૃથ્વીઆદિથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી પણ અસંયોગી સ્વયંસિદ્ધ વસ્તુ છે-એમ બતાવ્યું. હવે મરણ પછી એટલે કે દેહના વિયોગ પછી પણ આત્માનું અસ્તિત્વ ટકી રહે છે-એ વાત દાંતપૂર્વક ગાથા ૧૦૧ માં બતાવે છે – स्वप्ने दृष्टे विनष्टेपि न नाशोस्ति यथात्मनः। तथा जागरदृष्टेपि विपर्यासाविशेषतः।। १०१।। જેમ સ્વપ્નમાં કોઈએ જોયું કે મારો નાશ થઈ ગયો, મારું શરીર છેદાઈ ગયું,-પણ સ્વપ્નમાં દેખેલી તે વાત સાચી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372