________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪: આત્મભાવના
હોય, તોપણ દેહ તે જ આત્મા-એવી જેની દૃષ્ટિ છે તે જીવ મુક્તિ પામતો નથી; જાગતો હોવા છતાં અને શાસ્ત્રો ભણવા છતાં તે બંધાય જ છે. શાસ્ત્રો ભણવાનો સાર તો દેહાદિથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો-તે હતો, તે તો અજ્ઞાની જાણતો નથી એટલે ખરેખર તે શાસ્ત્ર ભણ્યો જ નથી, શાસ્ત્રોનો જે આશય હતો તેને તો તે સમજ્યો નથી. અને જેણે દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણ્યો છે એવા જ્ઞાની ઊંઘ વખતે પણ છૂટતા જ જાય છે; ઊંઘ વખતેય જ્ઞાનમાં જ એકતાપણે પરિણમે છે, રાગાદિમાં એકતાપણે પરિણમતા નથી તેથી ક્ષણેક્ષણે તેને છુટકારો જ થતો જાય છે; બહારથી સુપ્ત અને ઉન્મત્ત જેવી અવસ્થા હોય તે વખતે પણ ભેદજ્ઞાનના બળે તેને વિશિષ્ટ કર્મનિર્જરા થયા જ કરે છે. જીઓ, અજ્ઞાની સર્વ અવસ્થાઓમાં બંધાય જ છે, ને જ્ઞાની સર્વ અવસ્થાઓમાં મુકાય જ છે ભલે શાસ્ત્રોનાં શબ્દો વાંચતાં ન આવડતું હોય પણ દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જેણે જાણ્યો તેણે સર્વે શાસ્ત્રોનું રહસ્ય જાણી લીધું છે.
· અજ્ઞાની ઊંઘતા સારા ને જ્ઞાની જાગતા સારા, કેમકે અજ્ઞાની ઊંઘતો હોય તો ઊંઘમાં પાપ તો ન કરે!'–એમ કેટલાક જીવો કહે છે. પણ અહીં તો આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ ઊંઘ વખતેય મિથ્યાત્વનું મહાપાપ બાંધી જ રહ્યા છે. અજ્ઞાનીને જાગતો હોય ત્યારે પાપ બંધાય ને ઊંઘ વખતે તેને પાપ ન થાય-એ તારી ભ્રમણા છે. એ જ પ્રમાણે જ્ઞાનીને જાગૃતદશામાં ધર્મ રહે ને ઊંઘ વખતે ભાન ચાલ્યું જાય–એમ નથી, ઊંઘ વખતેય જ્ઞાનીને આત્મભાન વર્તી જ રહ્યું છે. ઊંઘદશા હોય કે જાગૃતદશા હો, વિવેકી દશા હો કે ઉન્મત્ત જેવી દશા હોય, તોપણ જ્ઞાનીને બધી અવસ્થામાં આત્મજ્ઞાન વર્તે જ છે, ને અજ્ઞાનીને બધી
Please inform us of any errors on rajesh @AtmaDharma.com