________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬: આત્મભાવના
સમકિતીને રાગ-દ્વેષના કાળે પણ તેનાથી ભિન્ન ચૈતન્યનું ભેદજ્ઞાન તો સાથે વર્તી જ રહ્યું છે. તે ભેદજ્ઞાન ઉપરાંત, અસ્થિરતાના રાગદ્વેષ ટાળવા માટે જ્ઞાની ચૈતન્યસ્વભાવનું ચિંતન કરે છે.
અરે! પહેલાં અંદરમાં આત્માની ખટક જાગવી જોઈએ કે મારા આત્માને કઈ રીતે શાંતિ થાય! આત્મા સિવાય કોઈ તારું શરણ નથી. પ્રભો! અંદર એક સમયમાં જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છેઃ તેને ઓળખ, ભાઈ !
બે સગા ભાઈ હોય, બેય નરકમાં એકસાથે ઊપજ્યા હોય, એક સમકિતી હોય ને બીજો મિથ્યાદષ્ટિ હોય! ત્યાં સમકિતીને તો નરકની ઘોર પ્રતિકૂળતામાં પણ ચૈતન્યના આનંદનું અંશે વેદન પણ સાથે વર્તી રહ્યું છે. મિથ્યાદષ્ટિ એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે તેના ભાઈને પૂછે છે કે “અરે ભાઈ ! કોઈ શરણ! આ ઘોર દુઃખમાં કોઈ સહાયક! કોઈ આ વેદનાથી છોડાવનાર ! હાય! આ અસહ્ય વેદનાથી કોઈ બચાવનાર !!” ત્યાં સમકિતી ભાઈ કહે છે કે અરે બંધુ! કોઈ સહાયક નથી. અંદરમાં ભગવાન ચૈતન્ય જ આનંદથી ભરેલો છે, તેની ભાવના જ આ દુઃખથી બચાવનાર છે. ચૈતન્યભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજાં કોઈ સહાયક નથી. આ દેહુ ને આ પ્રતિકૂળ સંયોગો એ બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે,-આવા ભેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, કોઈ શરણ નથી. માટે ભાઈ ! એક વાર સંયોગને ભૂલી જા... ને અંદર ચૈતન્યતત્ત્વ આનંદસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે. પૂર્વે આત્માની દરકાર કરી નહિ, પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો...હવે તો આ જ સ્થિતિમાં હજારો વર્ષનું આયુષ્ય પૂરું કર્યે જ છૂટકો...સંયોગ નહિ ફરે,
તારું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com