________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૭૯
કહ્યું. એટલે સ્વ-આત્માની સેવા (શ્રદ્ધા-જ્ઞાન-અનુચરણ ) વડે પોતે પોતાનો ૫૨માર્થગુરુ જ્યારે થયો ત્યારે વ્યવહારમાં બીજા જ્ઞાની ગુરુની સેવા સાચી કરી એમ કહેવાયું. અરે જીવ! તને જ્ઞાનીની સાચી સેવા કરતાંય અનંતકાળમાં ન આવડી. એકવાર જ્ઞાનીને ઓળખીને સાચી સેવા કરે તો તે જીવ પોતે જરૂર જ્ઞાની થઈ જાય.
નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે. સર્વજ્ઞદેવ અને જ્ઞાનીગુરુઓ મળ્યા, તેમણે આત્માના હિતનો ઉપદેશ આપ્યો, પણ જો જીવ પોતે તે સમજીને આત્મજ્ઞાન ન કરે તો દેવ કે ગુરુ શું કરે ? આત્મા પોતે સ્વતઃ પોતાના સ્વસંવેદનથી જ પોતાને પ્રકાશે છે. જેમ આકાશને રહેવા માટે બીજો કોઈ આધાર નથી, સ્વયં પોતે પોતામાં જ રહેલું છે, જેમ કાળને પરિણમવા માટે કોઈ બીજો આધાર નથી, તે સ્વયં પોતાના સ્વભાવથી જ પરિણમે છે, તેમ જ્ઞાનસ્વભાવી આત્મા સ્વયં પોતાથી જ પોતાને જાણે છે, તેમાં બીજા કોઈનું આલંબન નથી. એ રીતે જેનો જે સ્વભાવ છે તે નિરાલંબી છે. આત્માને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈ બીજાનું અવલંબન નથી, પોતે પોતાના અવલંબનથી જ પોતાને જાણે છે. સમવસરણમાં તીર્થંકર પરમાત્મા પણ સિંહાસનથી ચાર આંગળ ઊંચે આકાશમાં નિરાલંબીપણે બિરાજે છે
66
ઊંચે ચતુરાંગુલ જિન રાજે, ઈંદ્રો નરેન્દ્રો મુનિરાજ ધ્યાવે;
જેવું નિરાલંબન આત્મદ્રવ્ય, તેવો નિરાલંબન જિનદેહ. ”
ભગવાનનો આત્મા તો કેવળજ્ઞાન-આનંદમય નિરાલંબી થઈ ગયો છે, ને દેહ પણ નિરાલંબનપણે આકાશમાં રહે છે; બધા આત્માનો એવો નિરાલંબી સ્વભાવ છે.
Please inform us of any errors on rajesh @AtmaDharma.com