________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૮૯ ચોકખી હિતની વાત કરી હોવા છતાં, તે સાંભળીને મૂઢ જીવો કહે છે કે “અરે, તમે વ્યવહાર ઉડાડો છો. વ્યવહારથી ધર્મ નથી મનાવતા માટે તમે વ્યવહારને ઉડાડો છો !”—અરે શું થાય? અત્યારે કાળ જ એવો છે. આગળના ધર્મકાળમાં તો ધર્માત્મા પર
જ્યાં સંકટ પડે ત્યાં દેવો ઘણીવાર સહાય કરવા આવતા ને ધર્મનો વિરોધ કરનારને દંડ દેતા; પણ અત્યારે તો કોઈ પૂછનાર નથી; ઊલટા ચોર કોટવાળને દંડે' એવી સ્થિતિ થઈ પડી છે. છતાં જે સત્ય છે તે તો સત્ય જ રહેશે, સત્ય કાંઈ ફરવાનું નથી. લોકોને ન બેસે ને ઘણા વિરોધ કરે તેથી કાંઈ સત્યનું સ્વરૂપ બદલવાનું નથી. માટે જેણે સત્ય સમજીને આત્માનું હિત કરવું હોય તેણે આ વાત માન્ય જ છૂટકો છે.
આત્માની સમ્યકશ્રદ્ધા-જ્ઞાન-રમણતા તે સમાધિ છે. આત્માના સ્વભાવને જાણીને તેમાં જે તત્પર છે તે આત્મામાં જાગૃત છેઆત્માનો આરાધક છે, અને રાગાદિમાં તે ઊંઘે છે, તથા જે જીવ રાગાદિમાં ધર્મ માનીને તેમાં જ તત્પર છે તે અજ્ઞાની જીવ રાગમાં જ તત્પર છે, તે રાગમાં જ જાગે છે એટલે કે રાગને જ આરાધે છે, પણ રાગરહિત ચિદાનંદ સ્વભાવને તે આરાધતો નથી, તેમાં તો તે ઊંઘે છે.
એકબીજાથી વિરુદ્ધ બે પરિણતિ એક સાથે રહી શકે નહિ, એટલે કે જેને ચૈતન્ય સ્વભાવમાં રુચિ-તત્પરતા છે તેને રાગાદિ વ્યવહારમાં રુચિ કે તત્પરતા હોતી નથી, અને જેને રાગાદિ વ્યવહારમાં તત્પરતા-આદરબુદ્ધિ છે તેને આત્માના ચૈતન્યસ્વભાવમાં તત્પરતા-આદરબુદ્ધિ નથી. ચૈતન્યસ્વભાવ અને રાગ એ બન્ને એકબીજાથી વિરુદ્ધ છે, એટલે તે બન્નેની રુચિ કે આદરબુદ્ધિ એક સાથે રહી શકતી નથી. ચૈતન્યસ્વભાવની સન્મુખ જેની પરિણતિ છે એવો સમ્યગ્દષ્ટિ ધર્માત્મા રાગાદિ લૌકિક વ્યવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com