________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭): આત્મભાવના બહિરાત્મા એમ સમજે કે “આ બધું છોડીને જંગલમાં એકલા જઈને રહેવું, એકાંત જંગલમાં જવાથી આત્મામાં એકાગ્રતા થશે; ગામમાં મને ધર્મ નહિ થાય ને જંગલમાં થશે;” આ પ્રમાણે બહારના સંયોગ-વિયોગ ઉપર જેની દષ્ટિ છે તે અનાત્મદર્શી છે, તે આત્માને નથી દેખતો પણ સંયોગને જ દેખે છે; ને આત્માને દેખનાર જ્ઞાની તો પરથી ભિન્ન નિજાત્મામાં નિશ્ચલપણે રહે છે-એ વાત હવેના શ્લોકમાં કહે છે
ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम्। दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः।। ७३ ।।
જે અનાત્મદર્શી છે, આત્માનું દર્શન અને અનુભવન જેને થયું નથી તે જ “આ ગામ અને આ જંગલ” એમ બે પ્રકારના નિવાસસ્થાનની કલ્પના કરે છે, એટલે તે બહારમાં પોતાનો નિવાસ માને છે; પણ જેણે આત્મસ્વરૂપનો અનુભવ કર્યો છે એવા આત્મદર્શી અંતરાત્મા તો પરથી ભિન્ન રાગાદિરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ પોતાનું નિશ્ચલ નિવાસસ્થાન માને છે, ને બાહ્ય સંસર્ગ છોડીને તે અંતસ્વરૂપમાં વાસ કરે છે, તેમાં એકાગ્ર થઈને રહે છે. અજ્ઞાનીની બાહ્યદષ્ટિ છે એટલે જ્યાં લોકસંસર્ગ છોડવાનું કથન આવે ત્યાં તેની દષ્ટિ જંગલ ઉપર જાય છે; કેમ જાણે જંગલમાં એની શાંતિ હોય! ભાઈ, જંગલમાં પણ તારી શાંતિ નથી, શાંતિ તો આત્મામાં છે, માટે આત્મામાં ઊંડો ઊતર તો તને શાંતિ થાય. બહારની જંગલની ગુફામાં તો સિંહું–વાઘ ને સર્પો પણ રહે છે, માટે તું અંતરના ચૈતન્યની ગિરિગુફામાં જઈને ધ્યાન કર-તો તને આનંદનો અનુભવ થાય. અહો ! મુનિવરો ચૈતન્ય ગુફામાં ઊંડા ઊતરીને ધ્યાન કરતા હોય ત્યારે એવા આનંદમાં લીન હોય છે કે જાણે સિદ્ધભગવાન! આવા અંતરના સ્વરૂપને ભૂલીને અજ્ઞાનીની દષ્ટિ બાહ્ય જંગલમાં જાય છે. લોકસંસર્ગ છોડવાની વાત આવે ત્યાં જ્ઞાનીનું વલણ અંતર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com