________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૫૫ જીવ આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે તેનું મન સંકલ્પ-વિકલ્પ રહિત થઈને ચૈતન્યમાં ઠરે છે, તે અવિક્ષિત મન આત્માનું તત્ત્વ છે. અંતરમાં વળેલા સમ્યક ભાવશ્રુતજ્ઞાનને અહીં અવિક્ષિત મન કહ્યું છે. અને તેને જ આત્મા કહ્યો છે. આ “મન” ને બાહ્ય વિષયોનું કે જડ મનનું અવલંબન નથી, ચૈતન્યનું જ અવલંબન છે. “ભાવમન પણ આત્માનું સ્વરૂપ નથી” એમ કહેવાય છે તે તો સંકલ્પ-વિકલ્પરાગ-દ્વેષવાળા મનની વાત છેઃ ને અહીં અવિક્ષિપ્ત મનને આત્મા કહ્યો છે તે તો સંકલ્પ-વિકલ્પ રહિત થઈને અંતરમાં એકાગ્ર થયેલા નિર્વિકલ્પ ભાવની વાત છે.
આત્મલાભને જેઓ ઈચ્છતા હોય તેઓ રાગદ્વૈષવાળા વિક્ષિત ચિતને છોડો, ને ચૈતન્યમાં જ મનને એકાગ્ર કરીને અવિક્ષિત કરો. તે અવિક્ષિત મનથી આત્માની પ્રાપ્તિ થાય છે.
બાહ્યવિષયોમાં વર્તતું સંકલ્પ સહિત મન તે સંસારનું કારણ છેઃ ને ચૈતન્યમાં ઠરેલું નિર્વિકલ્પ મન તે મોક્ષનું કારણ છે. બાહ્યવિષયોનું મનન-ચિંતન કરનારું મન તે સંસારનું કારણ છે; અને ચૈતન્યવિષયનું મનન કરનારું મન તે મોક્ષનું કારણ છે. માટે ચૈતન્યસ્વરૂપમાં મનને સ્થિર કરવાનો દઢ પ્રયત્ન કરો, એમ પૂજ્યપાદસ્વામીનો ઉપદેશ છે.
જ્યાં સુખ લાગે ત્યાં જ્ઞાન ઠરે..પરમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન પરથી હુઠીને સ્વમાં ઠરે નહિઃ રાગમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન રાગથી ખસીને સ્વભાવમાં ઠરે નહિ. આનંદ તો આત્માનો સ્વભાવ જ છે એટલે આત્મા પોતે જ આનંદસ્વરૂપે પરિણમે છે–આવો નિર્ણય કરીને જે જીવ અંતર્મુખ થાય છે તેનું ચિત્ત અવિક્ષિપ્ત થાય છે, રાગાદિથી તે વિક્ષિપ્ત થતું નથી. અહા ! વાસ્તવિક આનંદ શું છે તેની પણ જગતના જીવોને ખબર નથી, ને ભ્રમણાથી બાહ્યવિષયોમાંથી આનંદ લેવા માટે તે તરફ જ જ્ઞાનને જોડે છે, એટલે તેનું ચિત સદાય બાહ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com