________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૩૯ મારો આત્મા પરમાત્મા હું જ મારો ઉપાસ્ય
જ્ઞાની જાણે છે કે સ્વાનુભવથી જે પરમાત્મતત્ત્વને મેં જાણ્યું તે જ હું છું, હું જ પરમાત્મા છું; આ રીતે મારા પરમાત્મતત્ત્વ સાથે હું અભેદ છું, તેથી હું જ મારે ઉપાસવાયોગ્ય છું, મારાથી ભિન્ન બીજો કોઈ મારે ઉપાસ્ય નથી, એમ હુવે કહે છે:
यःपरात्मा स एवाऽहं योऽहं स परमस्ततः। अहमेव मयोपास्यो नान्यः कश्चिदितिस्थितिः।। ३१ ।।
અંતરમાં સ્વાનુભવથી પ્રસિદ્ધ એવું જે મારું પરમાત્મતત્ત્વ છે તે જ હું છું, અને જે હું છું તે જ પરમાત્મતત્ત્વ છે. આ પ્રમાણે પરમાત્મતત્ત્વમાં અભેદતા હોવાને કારણે હું જ મારો ઉપાસ્યદેવ છું, મારાથી ભિન્ન બીજું કોઈ મારે ઉપાસ્ય નથી-આવી વસ્તુસ્થિતિ છે. આરાધ્ય-આરાધકભાવની વ્યવસ્થા પોતાના સ્વતત્ત્વમાં જ સમાય છે.
આત્મા જ પરમાત્મા છે,” એમ અજ્ઞાની જાણતો નથી, ને આત્માથી ભિન્ન બહારમાં બીજાને પોતાનું ઉપાસ્ય માને છે. જ્ઞાની તો જાણે છે કે પરમાત્મશક્તિનો પિંડ મારો આત્મા જ છે, પરમાત્મા ને હું જુદા નથી, તેથી મારો આત્મા જ મારો ઉપાસ્ય છે, ને હું મારો જ ઉપાસક છું. કયા પરમાત્મા? પોતાથી ભિન્ન અરિહંત ને સિદ્ધ પરમાત્મા તે તો આ આત્માના ઉપાસ્ય વ્યવહારથી છે; ખરેખર પોતે પોતાના આત્માને જ પરમાત્માપણે જાણીને તેની જ અભેદપણે ઉપાસના કરે ત્યારે, બીજા પરમાત્માની ઉપાસના વ્યવહારે કહેવાય; અરિહંત પરમાત્મા અને સિદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com