________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ : આત્મભાવના જેઠસુદ પાંચમે ચતુર્વિધ સંઘે તે શ્રુતજ્ઞાનના મહિમાનો ભારે મોટો ઉત્સવ કર્યો; એ રીતે વીતરાગી સંતોએ શ્રુતજ્ઞાનનો પ્રવાહ વહેતો રાખ્યો. તેનો આજે દિવસ છે.
મહાવીર ભગવાને જે કહ્યું અને અત્યારે મહાવિદેહમાં સીમંધર ભગવાન જે કહી રહ્યા છે તેનો અંશ આ શાસ્ત્રોમાં છે. રાગ-દ્વેષમોહરહિત વીતરાગી પુરુષોએ રચેલી આ વાણી છે. સર્વજ્ઞ ભગવાનની પરંપરાથી ચાલ્યું આવેલું આવું શ્રુતજ્ઞાન ટકી રહ્યું તેથી ચતુર્વિધ સંઘે ભેગા થઈને અંકલેશ્વરમાં ઘણા જ મોટા મહોત્સવપૂર્વક જેઠ સુદ પાંચમે શ્રુતજ્ઞાનનું બહુમાન કર્યું, ત્યારથી આ દિવસ શ્રુતપંચમી' તરીકે પ્રસિદ્ધ થયો, અને દર વર્ષે તે ઉજવાય છે. અત્યારે તો તેનો વિશેષ પ્રચાર થતો જાય છે, ને ઘણે ઠેકાણે તો આઠ દિવસ સુધી ઉત્સવ કરીને શ્રુતજ્ઞાનની પ્રભાવના થાય છે. આ શ્રુતપંચમીનો દિવસ ઘણો મહાન છે. અહો, સર્વજ્ઞ ભગવાનની વાણી દિગંબર સંતોએ ટકાવી રાખી છે.
પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યભગવંતોએ જે પખંડાગમ રચ્યા તેના ઉપર વીરસેનાચાર્યદવે ઘવી નામની મહાન ટીકા રચી છે. તે વીરસેનાચાર્ય પણ એવા સમર્થ હતા તે સર્વાર્થગામિની (–સકલઅર્થમાં પારંગત) એવી તેમની નૈસર્ગિક પ્રજ્ઞાને દેખીને બુદ્ધિમાન લોકોને સર્વજ્ઞની સત્તામાં સંદેહ ન રહેતો, અર્થાત્ તેમની અગાધ જ્ઞાનશક્તિને જોતાં જ બુદ્ધિમાનોને સર્વજ્ઞની પ્રતીત થઈ જતી. આવી અગાધ શક્તિવાળા આચાર્યદવે પખંડાગમની ટીકા રચી. આ પરમાગમ સિદ્ધાંતશાસ્ત્રો સેંકડો વર્ષોથી તાડપત્ર ઉપર લખેલા મૂડબિદ્રીના શાસ્ત્રભંડારોમાં વિદ્યમાન છે. થોડાક વર્ષો પહેલાં તો તેનાં દર્શન પણ દુર્લભ હતા.પણ પાત્ર જીવોના મહાભાગ્યે આજે તે બહાર પ્રસિદ્ધ થઈ ગયા છે. (ગુરુદેવ સાથે દક્ષિણદેશના તીર્થોની યાત્રા વખતે આપણે રત્નપ્રતિમા સહિત આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com