________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ : આત્મભાવના
અરેરે ! પૂર્વ મેં મારા આત્માને ન જાણ્યો, ઇન્દ્રિયવિષયોમાં આત્મબુદ્ધિ કરીને તેમાં જ મોહ્યો ( શ્રુતપંચમી–પ્રવચનઃ ચાલુ )
આ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. તે આત્માને જાણીને જેણે આત્મામાં જ આત્મબુદ્ધિ કરી તે અંતરાત્મા થયો, અને પૂર્વે કદી નહિ થયેલો એવો અપૂર્વ લાભ તેને થયો. જ્યાં ‘ અલબ્ધલાભ ' થયો એટલે પૂર્વે કદી જે નહોતો પામ્યો તેની પ્રાપ્તિ થઈ, ત્યાં ધર્મીને એમ થાય છે કે અહો! મારો આવો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેને મેં પૂર્વે કદી ન જાણ્યો....ને બહિરાત્મ-બુદ્ધિથી અત્યાર સુધી હું રખડયો. હવે મને મારા અપૂર્વ આત્મસ્વભાવનું ભાન થયું. આ રીતે અલબ્ધ આત્માની પ્રાપ્તિનો સંતોષ થયો કે અહો! મને અપૂર્વ લાભ મળ્યો, પૂર્વે મને કદી આવા આત્માની પ્રાપ્તિ નહોતી થઈ. પૂર્વે હું આવા આત્માથી વ્યુત થઈને બાહ્યવિષયોમાં જ વર્ષો-પણ હવે આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિથી સંતુષ્ટ થયો.-એ વાત ૧૬મી ગાથામાં કહે છે
मत्तच्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् ।
तान् प्रपधाऽहमिति मां पुरा वेद न तत्त्वतः ।। १६ ।।
વર્તમાનમાં જેને આત્માનું ભાન થયું છે એવો અંતરાત્મા પોતાની પૂર્વ અવસ્થાને વિચારે છે કે અરે! મારા વાસ્તવિક સ્વરૂપને પૂર્વે મેં ન જાણ્યું, અને મારા આવા આનંદસ્વરૂપથી સ્મૃત થઈને, ઇન્દ્રિયોદ્વારા પતિત થઈને હું વિષયોમાં જ ભટકયો, તેમાં જ સુખ માનીને હું મારા સ્વરૂપથી ભ્રષ્ટ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com