________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : આત્મભાવના દેહબુદ્ધિવાળો જીવ ફરીફરી દેહને ધારણ કરે છે.
દેહથી ભિન્ન આત્મબુદ્ધિવાળો
જીવ અશરીરી થાય છે.
દેહ તે જ હું એવી મિથ્યાબુદ્ધિને લીધે અજ્ઞાની ફરીફરીને દેહને જ ધારણ કરે છે, અને જ્ઞાની તો દેહથી ભિન્ન ચિદાનંદ તત્ત્વને જાણતા થકા દેહને ધારણ કરતા નથી. આ રીતે બહિરાત્મા અને અંતરાત્માના કાર્યનો ભેદ બતાવે છે –
देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात्। स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिन।।१३।।
દેહમાં જ સ્વબુદ્ધિ રાખનાર બહિરાત્મા પોતાને ફરી ફરીને શરીર સાથે જોડીને,-નવા નવા શરીર ધારણ કરીને સંસારમાં રખડે છે. અને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ રાખનાર અંતરાત્મા પોતાના આત્માને શરીરથી ભિન્ન કરી નાખે છે, એટલે કે મુક્તિ પામે છે. આ રીતે બહિરાત્માને શરીરબુદ્ધિનું ફળ સંસાર છે, ને અંતરાત્માને આત્મબુદ્ધિનું ફળ મોક્ષ છે. જેમ લોકોમાં એમ કહેવાય છે કે ચૂડેલ-ડાકણને જો બોલાવીએ તો તે વળગે છે, ને ન બોલાવો તો તે ચાલી જાય છે, તેમ આ શરીરરૂપી ચૂડેલ છે, તે શરીરને જે પોતાનું માને છે તેને જ તે વળગે છે, એટલે કે શરીર તે હું એવી મિથ્યાબુદ્ધિને લીધે જ જીવ સંસારમાં નવા નવા દેહ ધારણ કરીને જન્મ-મરણ કરે છે. દેહને પોતાથી ભિન્ન જાણીને, ચિદાનંદસ્વરૂપ આત્માને જે સેવે છે–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,-ફરીને શરમજનક દેહનો સંયોગ થતો નથી. અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. પણ અશરીરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com