________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : આત્મભાવના
ઠંડું-ગરમ તો શરીર થાય છે, આત્મા કાંઈ ઠંડો-ગરમ થતો નથી, આત્માને તો તેનું જ્ઞાન થાય છે, ત્યાં પોતાના જ્ઞાનને દેહથી જુદું ન જાણતાં, એકાકાર માનીને પોતાને જ ઠંડી-ગરમી વગેરે થવાનું માને છે. આ રીતે જડ શરીરમાં જ મૂર્છાઇ ગયો છે તે અસમાધિ છે; ને ચૈતન્યમાં સાવધાની તે સમાધિ છે.
એકબાજુ ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ આત્મા; બીજી તરફ અચેતન જડ શરીર.
-આમ બે ભાગ પાડીને ભેદજ્ઞાન કર્યું છે. શરીર અને શરીર સાથેના સંબંધવાળા બધાય પદ્રવ્યો તે મારા આત્માથી બહા૨ છે, અને ચિદાનંદસ્વરૂપ આત્મા તે એક જ મારૂં અંતતત્ત્વ છે,-આમ નિજસ્વરૂપને ન જાણ્યું ને શરીરને પોતાનું માન્યું ત્યાં અજ્ઞાનીને બહારમાં ૫દ્રવ્યો સાથે સંબંધ લંબાણો, ને સંસાર ઊભો થયો.
,
આ શરીરને તો ‘ભવમૂર્તિ ' કીધી છે. આત્મા ચિદાનંદ–સ્વરૂપ છે તે આનંદની મૂર્તિ છે, ને આ દેહ તો ભવની મૂર્તિ છે; તેથી જેને તે શરીરની રુચિ છે તે જીવ દીર્ઘ કાળ સુધી ભવભ્રમણ કરે છે. અરે! પરમ શુદ્ધ ભવરહિત આ ભગવાન આત્માની પ્રીતિ છોડીને મૂઢ જીવો જડ શરીરની પ્રીતિ કરીને તેમાં સુખ માની-માનીને જડ સાથે જોડાણ કરે છે. આત્મા સાથે દુશ્મનાવટ કરીને આત્માથી વિરુદ્ધ એવા જડ શરીર સાથે મિત્રતા (એકતાબુદ્ધિ-દેહાધ્યાસ ) કરે છે, તે જ ભવભ્રમણનું મૂળ છે. અનંતગુણસ્વરૂપ આત્માનું અસ્તિત્વ ચૂકીને જેણે દેહમાં જ પોતાનું અસ્તિત્વ માન્યું તે જીવ દેહાધ્યાસને લીધે અનંત શરીરો ધારણ કરશે. પરંતુ
કાયાની વિસારી માયા....સ્વરૂપે સમાયા એવા
નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com