________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : પ૩ ચૈતન્યના ભાન વગર વ્રતાદિ પણ યથાર્થ ન હોય. ચૈતન્યસન્મુખ વૃત્તિ વળ્યા વગર, બાહ્ય વિષયોના ત્યાગરૂપ વ્રત પણ હોય નહિ. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર અજ્ઞાની વ્યવહારે વ્રતાદિ પાળે તોપણ તે ઇંદ્રિયદ્વારા બાહ્યવિષયોમાં જ વર્તે છે. કેમકે ઇંદ્રિયોથી જુદા આત્માનું સ્વસંવેદનજ્ઞાન તો તેને છે નહીં.
“આત્મા દેહાદિથી જુદો છે” એમ ભલે શાસ્ત્રાદિકથી કહે, પણ ઈદ્રિયોથી અને રાગથી જ્ઞાન માને તો તે જીવ દેહાદિને જ આત્મા માને છે, દેહથી જુદો આત્મા તે માનતો નથી. દેહથી ભિન્ન આનંદસ્વરૂપ આત્મા ઇન્દ્રિયોદ્વારા કે રાગદ્વારા જણાતો નથી, અંતર્મુખ થઈને અતીન્દ્રિય જ્ઞાનદ્વારા જ આત્મા જણાય છે. અને આવા આત્માને જે જાણે તેને જ ચૈતન્યના આશ્રયે વીતરાગી સમાધિ રહે છે. દેહાદિની મૂછ છોડીને ચૈતન્યમાં સાવધાન થયો તે જ સમાધિ છે. (૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com