________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
રાખવા યોગ્ય છે અને ઉચિત રીતે જ્યાં જે રીતે ઘટતું હોય ત્યાં તે રીતે લાગુ પાડવા યોગ્ય છે. આવું સાધક પ્રવર્તતાં, આવું સાધ્ય પ્રવર્તે છે એમ જણાય છે પણ આ સાધક સાધ્યને ઉપજાવતું નથી એમ અત્રે સાધકસાધ્યના ઉદાહરણોમાં સમજવાનું છે.
આના મર્મને યથાર્થ જાણનાર ગ્રંથકારે પણ તેમનું મૂળભૂત પ્રયોજન ઉપર પ્રમાણે જ દર્શાવ્યું છે. જે ભાવ પ્રવર્યા વિના ઉત્તર ભાવ ન પ્રવર્તે એટલે કે પૂર્વ ભાવ પ્રવર્તતાં ઉત્તરભાવ અવશ્ય પ્રવર્તે ત્યાં પૂર્વભાવને સાધકભાવ કહે છે.
વળી કોઈ અજ્ઞાની એમ માને કે પૂર્વભાવ ઉત્તરભાવને પોતાની જોરાવરીથી પ્રવર્તાવે છે, તો એમ નથી. સાધકભાવ એટલો જ કે તે ભાવ પ્રવર્તતાં તે કાલે સાધ્યભાવનું પણ પ્રવર્તતું થાય છે. એ રીતે સાધકભાવનું થયું તે સાધ્યભાવ થવામાં સાક્ષીભૂત તો અવશ્ય છે પણ સાધક સાધ્યને ઉત્પન્ન કરતું નથી.
હવે સાધકસાધ્યનો ભેદ ટાળી ( વિકલ્પ ટાળી) આત્માનુભવ કેવી રીતે થાય છે તેનું વિવરણ કરવામાં આવે છે.
જીવવસ્તુની સિદ્ધિ આટલી જ કે “મૂળચેતના માત્ર.' મૂળચેતના માત્ર કહેતાં જીવના અનંતગુણોનું અખંડપણું-એક સત્ત્વદર્શાવ્યું” ભેદવિકલ્પથી મૂળજીવવસ્તુ અખંડપણે સિદ્ધ થાય નહિ. એક અખંડ ચેતનાથી જ જીવવસ્તુની સિદ્ધિ થાય.
જ્ઞાનદર્શનાદિ ગુણોનો સમુદાય ( જ્ઞાનદર્શનાદિ ગુણોની અભિન્નતા) તે જીવદ્રવ્ય છે. આ જ્ઞાનાદિ ગુણો તો અનાદિથી જેમ છે તેમ જ છે. એમાં તો કાંઈ વધઘટ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com