________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
મિશ્રધર્મકથન જાતિસ્વભાવભાવ તે વ્યક્તરૂપે પ્રગટરૂપે પરિણમ્યો. તે કેવો પ્રગટયો? (તે કહેવામાં આવે છે:-)
જીવની જ નિન્જાતિને-વસ્તુગુણપર્યાયની સત્ય (સત્તારૂપ) પ્રત્યક્ષ સ્વજાતિને જીવરૂપ જાણી કે જ્ઞાયકરૂપ જાણી કે દર્શનરૂપ જાણી કે ઉપયોગમય જાણી, ચેતનારૂપ જાણી કે વેદકરૂપ (અનુભવનરૂપ) જાણી કે બુદ્ધરૂપ જાણી કે શાંતમય જાણી, એવી જીવની નિજાતિ હંમેશા એમ જ જાણી. વળી સર્વ પરભાવોની અને પાંચ દ્રવ્ય-ગુણપર્યાયોની, સત્ય (સત્તારૂપ) પ્રત્યક્ષજાતિને અજીવરૂપ જાણી કે અજ્ઞાયકરૂપ જાણી કે અદર્શનમય જાતિરૂપ જાણી કે ઉપયોગરહિત જાતિરૂપ જાણી કે અચેતન જાતિરૂપ જાણી, એવા પરભાવોની જાતિ હંમેશા એમ જ જાણી.
વળી ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ એ પાંચ વસ્તુની અજીવજાતિ જાણી અને વસ્તુભાવને જુદો જાણ્યો, અવસ્તુભાવને જુદો જાણ્યો, યથાર્થને જુદું જાણું, પોતપોતાની નિન્જાતિરૂપ જીવસત્તાને ભિન્ન જાણે છે, પરજીવસત્તાને, અજીવસત્તાને ભિન્ન જાણે છે, મિથ્યાત્વને જાદું જાણું, યથાર્થને જાદું જાણું, મિશ્રાર્થને જાદા જાણે છે. તે જ્ઞાનગુણની નિન્જાતિરૂપ ભાવશક્તિ એવી કંઈક સમ્યગૂ પરિણમિએવી કંઈક સમ્યગૂ પ્રગટ થઈ.
વળી તે કાલે તે નિકટભવ્ય જીવને એક ચારિત્રગુણ છે, તે ચારિત્રગુણનું લક્ષણ “આચરણ-પ્રવર્તવું” પણ તે આચરણના બે ભાવઃ- એક તો વિભાગરૂપ-ઉપાધિરૂપ-વિકારરૂપ પરભાવ, બીજો નિજાતિરૂપ પોતારૂપ-સ્વભાવરૂપ તે સ્વભાવભાવ. આચરણનો જે તે સ્વભાવ હતો તે તો અનાદિથી શક્તિરૂપ ગુપ્ત થઈ રહ્યો હતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com