________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કથન
અર્થવસ્થ કથન
૯૯ નિર્વિકલ્પ પરિણમે છે-કેવલ સ્વરૂપ રૂપ થઈ પ્રવર્તે છે; તે કાલે તે શક્તિઓના આશ્રવબંધભાવની તો કંઈ વાત નથી (તે કાલે તે શક્તિઓના આશ્રવબંધભાવનો તો કાંઈ પ્રશ્ન ઊઠતો નથી), તે શક્તિઓ તો સ્વરૂપથી સિદ્ધ થઈ જાય છે. તે કાલે તે શક્તિઓને તો કાંઈ વિકલ્પ લાગતો જ નથી પણ ચોથાગુણસ્થાનથી સમ્યગ્દષ્ટિના ચારિત્રગુણની અન્ય શક્તિ જ્યારે વિકલ્પ થઈને બુદ્ધિરૂપ પરિણમે છે-વિષય, કષાય, ભોગસેવારૂપ, ઇષ્ટરુચિ, અનિષ્ટઅરૂચિ, હિંસારૂપ રતિ-અરતિરૂપ, અવિરતિરૂપ, પરિગ્રહવિકલ્પરૂપ આદિથી અથવા શુભોપયોગવિકલ્પરૂપ આદિથી બુદ્ધિરૂપ જ્યારે જે શક્તિ પરિણમે છે ત્યારે તે શક્તિ એવી રીતે પરાલંબન ચંચલતારૂપે મેલી પણ થાય છે તો પણ તે શક્તિ વડે આશ્રવબંધનો વિકાર ઊપજતો નથી. શા કારણે ? કેમકે સમ્યગ્દષ્ટિ પોતાની વિકલ્પરૂપ બુદ્ધિપૂર્વક ચારિત્રચેષ્ટાને જાણવાને સમર્થ છે, તે ચેષ્ટાને જાણતાં જ સમ્યગ્દષ્ટિને વિષયભોગાદિ ભાવો વિકારરૂપ જજુદા જ પ્રતિબિંબે છે અને તેમાં ચેતના સ્વભાવભાવ જાદો પ્રવર્તે છે. એક જ કાલમાં સમ્યજ્ઞાનમાં જાદા જુદા પ્રત્યક્ષ થાય છે. આ કારણથી તે ચારિત્રશક્તિમાં બુદ્ધિરૂપ રાગદ્વેષમોહરૂપ વિકાર ઘૂસતો નથી.
એ રીતે સમ્યગ્દષ્ટિ બુદ્ધિરૂપ વિકલ્પરૂપ પરિણતિથી પણ બારમા ગુણસ્થાન સુધી સર્વથા નિરાશ્રવ-નિર્બધ પ્રવર્તે છે. વળી તે સમ્યગ્દષ્ટિની ચેતના વિષય, કષાય, ભોગ, હિંસા, રતિ, અરતિ આદિ (માં) અબુદ્ધિરૂપ પરિણમે છે તે, સમ્યગ્દતિ, સમ્યગ્રુતરૂપ જઘન્યજ્ઞાનગોચર થતા નથી, અજ્ઞાનને લીધે છે તેથી શક્તિમાં અબુદ્ધિરૂપે રાગ, દ્વેષ, મોહ વિદ્યમાન છે. તેથી અબુદ્ધિરૂપે ચોથાથી માંડી દશમાં ગુણસ્થાન સુધી કિચિક્ષત્ર આશ્રવબંધભાવ ઊપજે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com