________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
આત્માવલોકન તેને હવે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયના નામથી કહેવામાં આવે છે. “આ સમ્યગ્દષ્ટિના ઇન્દ્રિય નામના જે ઉપયોગપરિણામ તે પરિણામથી જ્યારે જ્યારે જે જે શેયોને દેખું-જાણે ત્યારે ત્યારે તે ઉપયોગપરિણામ સ્વવસ્તુનું યથાર્થ ભાન રાખે છે. (સાથોસાથ શેયથી ભિન્ન સ્વવસ્તુનો-આત્માનો-યથાર્થ લક્ષ-ખ્યાલ રાખે છે).” વળી ચિંતા, વિચાર, સ્મરણરૂપ વિષયભોગ, સંયોગવિયોગ, સ્નેહ, સુખદુ:ખ કપાયાદિ અશુદ્ધ પરિણતિના દ્રવ્યગુણપર્યાયને, સ્વના, પરના ભેદઅભેદ આદિરૂપ સર્વ શાસ્ત્રોને, સર્વ વિકથાના શાસ્ત્રોને, સર્વ સ્વપરની અતીત, અનાગત, વર્તમાન અવસ્થાની ચિંતા, વિચાર, સ્મરણ, કલ્લોલરૂપ વિકલ્પને જાણવા દેખવાને ઉપયોગના જે પરિણામ પરિણમે છે તે પરિણામના દેખવા જાણવા એ મનસંજ્ઞા ધારણ કરી. તેથી હવે એમને મન નામથી કહેવામાં આવે છે. આ સમ્યગ્દષ્ટિના મન નામના તે ઉપયોગપરિણામ તે પરિણામવડે જ્યારે જ્યારે જે જે સ્મરણરૂપ ચિંતાને, વિચારને દેખે જાણે ત્યારે ત્યારે તે કાલે જ તે ઉપયોગપરિણામ સ્વવસ્તુનું (આત્માનું) યથાર્થ ભાન (લક્ષ) રાખે છે. દેખો, એવી રીતે ઇન્દ્રિયસંજ્ઞા પરિણામ અને મનસંજ્ઞા પરિણામમાં ઉપયોગની જે સમ્યકતા તે સવિકલ્પ રૂપ છે. “વળી આ સમ્યકત્વથી પણ બંઘ થતો નથી, આશ્રવ થતો નથી.” અન્ય જે નિર્વિકલ્પ દશા છે તેને કહું છું, સાભળ :
દેખો, જે ચારિત્રાચરણ છે તે ચારિત્રના જે પરિણામ વર્ણાદિકને આચરે છે–અવલંબે છે તે ચારિત્ર પરિણામને પણ ઇન્દ્રિયઆચરણસંજ્ઞાથી કહેવામાં આવે છે. વળી તે આચરણજન્ય જે સ્વાદ તે સ્વાદને પણ ઇન્દ્રિયસ્વાદસંજ્ઞાથી કહેવામાં આવે છે. વળી સ્વભાવવતુથી જે કાંઈ અન્ય તે સર્વ વિકલ્પ, તે વિકલ્પોને જે ચારિત્રપરિણામ આચરે-અવલંબે તે પરિણામને મનાચરણસંજ્ઞાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com