Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 185
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ આત્માવલોકન બંધાયો છે. તે પિંડ બંધાવવામાં તો શુદ્ધ-અશુદ્ધ, સંસારમુક્તિ, ભેદઅભેદ નિશ્ચયવ્યવહાર, ન નિક્ષેપાદિ જ્ઞયાકાર પ્રતિભાસાદિ સર્વ ભાવો છે તેમનો કંઈ રંચમાત્ર પણ ભાવ મળ્યો નથી, અનાદિથી નિખાલસ (નિર્મળ) ચેતનવસ્તુપિંડ બંધાયો છે. પણ તે ચેતનપરિણામરૂપમાં જ શુદ્ધ-અશુદ્ધ, સંસાર-મુક્તિ, ભેદ-અભેદ, નિશ્ચય-વ્યવહારાદિ, યાકાર પ્રતિભાસાદિ સર્વય ભાવરૂપ તમે થાઓ તો આવા વ્યાપ્યવ્યાપકનારૂપે થાઓ તો, એવી રીતે તમે તાદામ્યવ્યાપ્યવ્યાપકરૂપ થાઓ તો : હે છદ્મસ્થ પરિણામો ! જો વ્યાપ્યવ્યાપકભાવ પરિણામ વિષે અભ્યાસરૂપ પ્રવર્તશો તો અહીં તો એક તમે વસ્તુ, વસ્તુનું રૂપ (છો) પરંતુ છબી પરિણામો! તમે વિકલ્પ જાળમાં પડી જશો, તો ત્યારે તમે કલેશ પામશો. તમારી શક્તિ આટલી તો નથી કે તે વિકલ્પજાળને સંપૂર્ણ પ્રત્યક્ષ સાધી શકો. તેથી એનાથી તમારું પરમાત્મપ્રાપ્તિનું કાર્ય સધાતું નથી. વળી તેમને પોતાનું (તમારું ) પરમાત્મકાર્ય સાધી લેવાની ચાહ ( રુચિ) છે તેથી તમે આટલું જ આ પ્રવર્તવું અનુભવો, સાધો, “આ પોતાના (તમારા) તાદાભ્યરૂપને પ્રત્યક્ષ દેખો, જાણો અને સ્થિર રહો.” આટલી જ રીતિ તમને પરમાત્મરૂપ થવામાં કાર્યકારી છે. અન્ય કોઈ વિકલ્પજાળ કાર્યકારી નથી, છદ્મસ્થ પરિણામો તમે આમ નિર્ભય રીતે જાણો, તેથી તમારે આ રીતમાં ઉદ્યમવંત રહેવું. પરમાત્મલાભની (પરમાત્મપ્રાપ્તિની) સફલ રીતિ આ છે, એમ તમે નિસ્સેદેહ જાણો. (ઇતિ છદ્મસ્થીના પરમાત્મ લાભની સકલ રીતિ આટલી.) |ઇતિ જીવલાભ વિચનિકા સંપૂર્ણમ | Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194