________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
કર્તાકર્મક્રિયા અધિકાર કર્તાના) અચેતન કર્મ, ચેતનક્રિયા ન હોય. એક કર્મના ચેતનકર્તા, અચેતનક્રિયા, અચેતન કર્તા, ચેતનક્રિયા ન હોય. એક ક્રિયાના ચેતનકર્તા અચેતનકર્મ, ચેતનકર્મ, અચેતનકર્તા ન હોય. તેથી એક ચેતનસત્ત્વના એક ચેત (ચેતન) જાતિના કર્તા, કર્મ, ક્રિયા ત્રણેય વ્યાપ્ય-વ્યાપક જાણવાં. અચેતન એક સત્તાના એક અચેતનજાતિના કર્તા, કર્મ, ક્રિયા વ્યાપ્ય-વ્યાપક જાણવાં. “પદ્રવ્યનું કર્તા, પરદ્રવ્ય કોઈ પણ રીતે ન હોય. પરદ્રવ્યનું કર્મ, પરદ્રવ્યનું કર્મ ન હોય, પદ્રવ્યની ક્રિયા, પરદ્રવ્યની ક્રિયા ન હોય, નિસંદેહ કોઈ રીતે ન હોય.” જ્ઞાતા જાણે, મિથ્યાત્વીને કાંઈ સુધ (ભાન, ગમ ) નથી.
વળી બીજાં- “પદ્રવ્યને પરિણમાવવા માટે પોતે નિમિત્તનો કર્તા નથી. અન્ય કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને પરિણમાવે નહિ. કેમકે કોઈ દ્રવ્ય નિ:પરિણામી (અપરિણામી) નથી, સર્વ દ્રવ્યો પરિણમી છે. (વળી) અન્ય કોઈ જાણી લ્ય કે -જીવ પુદ્ગલ બને મળીને એક સંસારપરિણતિ ઉપજી છે, તો તે અનર્થ છે. કારણ કે બે દ્રવ્ય મળી ને કદી પણ એક પરિણતિ ન થાય.” અને એક પરિણતિરૂપ જો થાય તો બન્ને દ્રવ્યનો નાશ થાય. એ દૂષણ (આવે). તેથી ચિત્વિકારરૂપ સંસાર-મોક્ષમાં પોતે જ વ્યાયવ્યાપક થાય છે, અન્ય જુદું પ્રવર્તે છે. વળી ત્યાં જ પુદ્ગલ જ્ઞાનાવરણાદિ કર્મસ્વરૂપે વ્યાપ્યવ્યાપક થયું થયું, અનાદિથી જુદું જ સદા પરિણમે છે, એટલું જ જાણવું.
સંસારદશામાં જીવપુદ્ગલનો પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ જાણવો. સહજ જ તેઓ પોતે પોતારૂપે જુદે જુદા પરિણમે છે. “કોઈ જીવ-પુદ્ગલોને કાંઈ પણ પરસ્પર સંબંધ નથી.” જેણે આ કર્તા-કર્મક્રિયાનો ભેદ યથાર્થ (બરાબર) જાણ્યો, તેણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com