________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
જીવાધિકાર વર્ણન.
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ, પરંપરિણતિ, ફલભોગાદિ ચિત્વિકારભાવ અને આ ચિત્વિકાર થતાં જીવને સંસાર-મુક્તભાવ ઊપજે છે, તે કોણ?
જીવના પુણ્ય-પાપરૂપ શુભ-અશુભભાવ, જીવના રાગના ચીકણા પરિણામરૂપ બંધભાવ, જીવના રાગ-દ્વેષ-મોહરૂપ આશ્રવભાવ, પરભાવને ન આચરે તે જીવનો સંવરભાવ, ચિત્વિકારનો અંશ નાશ થાય તે જીવનો નિર્જરાભાવ, સર્વ ચિત્વિકારનો નાશ થાય તે જીવનો મોક્ષભાવ – એટલા ચિત્વિકારરૂપ સંસાર – મુક્તિભાવના વેષમાં વ્યાપ્યવ્યાપક તો એક (કેવલ) જીવ જ એક થયો છે બીજું કોઈ દ્રવ્ય નથી થયું. એ રૂપ એક જીવ પોતે જ છે. પણ એ ભાવો જીવના કોઈ નિન્જાતિસ્વભાવ નથી. આટલા ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે, તે એક “ચેતનાને' તું જીવનો નિન્જાતિસ્વભાવ જાણ. “આ જે ચેતના છે તે જ કેવલ જીવ છે. તે અનાદિ અનંત એકરસ છે. તેથી આ ચેતના પોતાને જ સાક્ષાત્ જીવ જાણવો”-વળી આ રાગાદિ વિકારભાવને જ નિસ્તંદેહ આ જીવના સ્વાંગવેષથી જાણવા, તેથી શુદ્ધ ચેતનારૂપ જીવ પોતે થયો.
આ રાગાદિ ભાવોમાં જીવ પોતે જ ચેતનરૂપે પ્રવર્તે છે. ચેતના છે તે જીવ છે. જે જીવ છે તે ચેતના છે. તેથી જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com