________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
આત્માવલોકન હવે જે રીતે આ બન્ને વિકારના ઊપજવાનું રૂપ છે, તે રીતે જ કહેવામાં આવે છે. પુદ્ગલના કર્મતવિકાર થવાની આવી કથા છે-આ ત્રણ લોકમાં કાર્મણજાતિના વર્ગણાસ્કંધો ભરચક ભરેલા પડેલા છે. જ્યારે જે જીવને જેવી જેવી જાતિનો મંદતીવ્ર ચિત્વિકારરૂપ રાગભાવ થાય છે, તે કાલે તે જીવના રાગની ચીકણાઈનું નિમિત્ત પામીને (તેવા પ્રકારની) યથાયોગ્ય કર્મવર્ગણા- તે જીવની સમીપે રહેલી આકાશપ્રદેશમાંની પુદ્ગલવર્ગણા તે જીવના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહરૂપે ચોંટે છે અર્થાત્ બંધાય છે. અહીં પણ બંધાઈને ત્યાં તે જ કર્મવર્ગણા, નિજ નિજ કર્મcકાર્યરૂપે વ્યક્ત થઈને પરિણમે છે. ઉદયરૂપ થાય છે.
ત્યાં રાગરૂપ એવો તે ચિત્વિકાર કર્મવર્ગણા-ઓને વ્યક્તરૂપ કર્મવરૂપે અનેક પ્રકારે પરિણમવામાં નિમિત્તમાત્ર છે જેમકે તેનો દાખલો (આપી સમજાવીએ છીએ)
જેવી રીતે કોઈ પુરુષના તેલ લગાવેલ ગાત્ર છે, તે તેલનું નિમિત્ત પામીને અન્ય (ભિન્ન) ધૂળ તો મેલ છે પરંતુ તે તેલથી બંધાઈને ધૂળ વ્યક્તરૂપે એલરૂપ પરિણમે છે, તોપણ તે મેલથી મેલો (કહેવાયો) દ્રવ્યકર્મ7 થવામાં અહીં એવો એટલો જ રાગનો ભાવ નિમિત્તરૂપે જાણવો.
“હવે વિકારની ઉત્પત્તિ કહેવામાં આવે છે.” :
જે તે કર્મવર્ગણા જીવસાથે એકત્રાવગાહરૂપે ચોંટી હતી, તે સહજ પોતે જ કાલલબ્ધિ પામીને વ્યક્ત કર્મcપરિણામરૂપ થઈને પરિણમે છે, ત્યારે જ તે કાલે તો તે વર્ગણાઓના વ્યક્ત કર્યત્વઉદયનું નિમિત્તમાત્ર, એટલું જ પામીને વળી (આ તરફ ). આ જીવ ચિત્વિકારભાવરૂપે પ્રગટ થઈને પરિણમે છે.
ના ઈતિ સામાન્ય નિરૂપણમ્ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com