________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મિશ્રર્ધમકથન
૩૯
ભાવાર્થ :- જ્યારે આસન્નભવ્ય જીવ (નિકટભવ્ય જીવ ) મિથ્યાત્વનો પરવેષ ધારણ કરીને પ્રવર્તી રહ્યો હતો તે પ્રવર્તવું કાલલબ્ધિ પામીને પૂરું થયું તે જ કાલે તે, નિજસ્વભાવિકસ્વરૂપે વ્યક્તરૂપ પ્રવર્તો. તે ભવ્યજીવને નિજરૂપ કેવું પ્રગટ થયું, તે કહેવામાં આવે છેઃ
જીવનો જે એક સમ્યક્ત્વગુણ તેનું લક્ષણ આસ્તિકય; આસ્તિકય એટલે પ્રતીતિ-દઢતા-એ વાત એમ જ (એ વાત એ રૂપે જ છે ), એમાં હલચલ ( ફેરફાર, મીનમેખ ) નથી, એવી આસ્તિક્યશક્તિ તે આસ્તિક્યશક્તિના બે ભાવ છેઃ
એક નિજ્જાતિભાવ છે, બીજો ઔપાધિક દોષરૂપ વિકારભાવ છે અર્થાત્ નિજ્જાતિથી અન્ય (ન્યારો) એવો તે પરભાવ છે. તે આસ્કિયશક્તિનો (નિજ) જાતિભાવ તો અનાદિથી ગુપ્ત થઈ રહ્યો છે, તે પરભાવનો ભેષ (વેષ) પ્રગટ થઈને આસ્તિક્યશક્તિ પ્રવર્તી, તે ૫૨ભાવરૂપને ધારણ કરે છે. આસ્તિક્ય શક્તિ કેવી છે?
જેટલી જે કાંઈ વાત ભ્રમરૂપ છે, જઠરૂપ છે અને મિથ્યા છે તેટલી તેમની ઠીકતારૂપ (બરાબર હોવાની શ્રદ્ધારૂપ) પ્રવર્તે છે, તેમને ( આસ્તિક્ય કહે છે, આસ્તિક્યનો એવો પરભાવ જે રહે છે તે પુદ્દગલના કર્મવિકારના રહેવાથી રહે છે. વળી એવો એવો ક્રમ પ્રવર્તતાં પુદ્દગલવિપાકના નાસ્તિની (અભાવની ) કાલલબ્ધિ આવી ત્યારે પુદ્દગલવિપાક તો નાશ પામ્યો, તો ત્યારે જ તે કાલે આસ્તિત્ર્યશક્તિના પરભાવનું પ્રવર્તવું નાશ પામ્યું. કારણ કે જેમ જેમ પુદ્દગલમિથ્યાત્વ વિપાકનો નાશ થયો તેમ તેમ તે પરભાવ કે જે વિપાકના રહેવાથી રહ્યો હતો, તે તો ગયો, તેથી તેનો તો સહજ જ નાશ થયો, ત્યારે જ તે
આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com