________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨.
આત્માવલોકન અને અન્ય એવા પરભાવરૂપે તે આચરણ રૂપે પ્રગટ થઈ પ્રવર્તે. તે આચરણે પરભાવને ધારણ કર્યો. તે કેવું પ્રગટયું છે?
ક્રોધરૂપ આચરણ, માન-માયા-લોભરૂપ આચરણ. હાસ્યરતિઅરતિ – શોક – ભય – દુર્ગચ્છા, સ્ત્રીવેદ – નપુંસકવેદ –પુંવેદાદિરૂપ આચરણ, રંજક (રંજિત) એવા રાગરૂપ પુદ્ગલ પરભાવોમાં ચંચલરૂપ વિશ્રામરૂપ સ્થિતિરૂપ પ્રવર્તવું તે, પરભાવરૂપ આચરણ છે. એવું તે આચરણ પરરૂપ છે, તે ચારિત્રમોહકર્મના વિપાકના રહેવાથી રહે છે. વળી એમ એમ પ્રવર્તતા, પ્રવર્તતાં કાલલબ્ધિ પામી, ચારિત્રમોહકર્મનો કાંઈક વિપાક નાશ થયો ત્યારે એવું બન્યું કે પરભાવરૂપ કુત્સિત આચરણ નાશ પામ્યું અને અનાદિથી આચરણનો નિફ્ફાતિરૂપ-સ્વભાવશક્તિરૂપ સ્વભાવભાવ-શક્તિરૂપ જે ભાવ ગુણ થઈ રહ્યો હતો તે ભાવ ત્યારે જ કોઈ વ્યક્તરૂપે થઈ પ્રગટરૂપે પરિણમ્યો. તે કેવો પ્રગટયો છે?
જે નિત્ય, એક જાતિરૂપ, સ્વજીવવસ્તુસ્વભાવ, તે નિજવસ્તુસ્વભાવની અંદર સ્થિરરૂપ થઈને, વિશ્રામરૂપ, સમાધિરૂપ, સ્થિતિરૂપ આચરણ પ્રવર્તતું પરિણમ્યું, કેવલ નિજવસ્તુસુખને સ્વાદનું પરિણમ્યું, એવું આચરણ નિન્જાતિરૂપ સ્વભાવે પરિણમ્યું, વ્યક્ત થયું. જે કાળે ભવ્ય જીવને એ ત્રણે મુખ્ય ગુણો (સમ્યકત્વ જ્ઞાન, ચારિત્ર) સ્વભાવભાવરૂપે એ પ્રમાણે પરિણમ્યાં. તે કાલે તે વસ્તુ જ અભેદરૂપે સ્વભાવરૂપ પરિણમી. વસ્તુનો આ નિજજાતિસ્વભાવભાવ તો, કુત્સિત વિપાકભાવના રંગરહિત દેદીપ્યમાન છે. પ્રગટ છે તેથી એને વીતરાગભાવ કહેવામાં આવે છે. વળી જે પરભાવ છે તે પરભાવ પુદ્ગલવિપાકના રંગભાવના પડછંદાથી (પ્રતિછાયાથી) વ્યાપ્યો છે. તે પુદ્ગલરંગના પડછંદાનો વિનાશ થતાં કાંઈ જ (પરભાવ) રહેતો નથી. તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com