________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
આત્માવલોકન
ગુણને જ દેખવો, તે શક્તિઓને (તે પર્યાયોને ) ન દેખવી. વળી જઘન્ય, ઉત્કૃષ્ટ ભેદ ન દેખવા, એવું જે અભેદદર્શન એક જ રૂપનું દર્શન-છે તે અભેદદર્શનને પણ નિશ્ચયસંજ્ઞા કહેવામાં આવે છે.
વળી હે સંત! ગુણનાં પુંજમાં તો કોઈ ગુણ તો નથી, આ તો નિસંદેહ છે, એમ જ છે. પરંતુ (ગુણનો પૂંજ ) તે ભાવના-તે ગુણોના પરિણામને ધારણ કરીને પરિણમે છે; તે ભાવ તે ગુણોના પરિણામથી જાદો નથી; તે ભાવભર્યાપણે પરિણમે છે માટે તે (જાદોગુણ ) ક્યાં રહ્યો ?
જેમ પુદ્દગલવસ્તુમાં તો સ્કંધનો કર્મવિકાર કોઈ ગુણ તો નથી, પરંતુ તે પુદ્દગલવસ્તુના પરિણામ, તે સ્કંધના કર્મવિકારભાવનો સ્વાંગ ધારણ કરીને પરિણમે છે.
વળી દ્રવ્યના પરિણામ આ કર્મવિકારભાવને ધારણ કરીને પરિણમે, (ત્યાં ) નિસંદેહ (ચોક્કસ, શંકાવગર) આ એક પુદ્ગલ જ સ્વાંગ ધારણ કરીને વર્તે છે. વળી આ જીવવસ્તુના પરિણામ રંજક, સંકોચ, વિસ્તાર, અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિરતાદિ ચેતનાવિકારભાવરૂપે થઈને પરિણમે છે, એવો તે ચેતનવિકારભાવ જાણવો. વળી તે (ચેતનવિકારભાવ ) તે ચેતનદ્રવ્યના પરિણામ વિષે જ તો હોય છે, ક્યારેય અચેતનદ્રવ્યના પરિણામ વિષે હોતા નથી, આ નિસંદેહ છે. તો આવી રીતે જે વિકારભાવ છે, તે પોતપોતાના જ દ્રવ્યપરિણામ વિષે જ હોય છે–તે તે દ્રવ્યનાપરિણામાશ્રિત હોય છે–તે પણ નિશ્ચયસંજ્ઞાનું નામ પામે.
।। ઇતિ નિશ્ચયઃ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com