________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદેયસ્વરૂપવ્યાખ્યાન
૨૧ સ્વચારિત્રનું સ્વરૂપ પ્રગટ થઈ પ્રવર્તે છે તે પણ સ્વરૂપગ્રહણનું જ કથન છે. એ રીતે જે પ્રાપ્તિરૂપ સ્વરૂપનું પરિણમન તેને જિનદેવે ઉપાદેયસંજ્ઞા કહી છે. આગમમાં તેને ઉપાદેય જાણવું.
Tો ઈતિ ઉપાદેયસ્વરૂપવ્યાખ્યાન /
સંસાર પરિણતિનું નાસ્તિપણે તે હેય જાણવું અને જે સ્વરૂપની શુદ્ધતાનું પ્રગટ થવું તે ઉપાદેય જાણવું. એક જ કાલે બન્ને થતું જાય છે. એ પ્રમાણે ઉપાદેય જાણવા.
વ્યવહારથી પરપરિણતિ-રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા લોભાદિસર્વ અવલંબન હેય કરવું. સંસારીજીવને એકચિત્—આત્મપિંડ માં જ અવલંબવું, વૈરાગ્યતા, ઉદાસીનતા, સંવર ઉપાદેય કરવા-એવો ઉપદેશ કરવો.
એ પ્રમાણે વ્યવહારહયઉપાદેય જાણવો.
૧. સંવર, નિર્જરા અને મોક્ષ પર્યાય પ્રગટ કરવાના અર્થમાં ઉપાદેય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com