________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫ પણ કહ્યું છે કે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું ) અને વિશેષ (જ્ઞયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તોપણ જેઓ અજ્ઞાની છે, શેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. ૫. પૂ સદ્દગુરુદેવ કાનજીસ્વામી સ્વાનુભવપૂર્વક અન્તરના જોરથી બેધડક વારંવાર કહે છે કે-દરેક જીવ શક્તિએ શુદ્ધ છે, પ્રભુ છે. તે શુદ્ધશક્તિની શ્રદ્ધા–તે શુદ્ધ શક્તિનું જોર-જ્ઞાનીને નિરંતર વ છે. તે શુદ્ધ શક્તિના જોરે જ જ્ઞાની સંપૂર્ણ શુદ્ધતા સાધે છે.
જગતનું સ્વરૂપ અતિસૂક્ષ્મ છે. તેનું સૂક્ષ્મ યથાર્થ સૂક્ષ્મી સ્વરૂપ એક સર્વજ્ઞવીતરાગદેવ જ જાણી શક્યા છે અને ઉપદેશી શક્યા છે. તેમણે દર્શાવેલા વસ્તુસ્વરૂપની તુલના કરીને દેખતાં પોતાના જ્ઞાનમાં પણ તેવું જ વસ્તુ સ્વરૂપ જણાશે. તો હે ભવ્ય જીવ! આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે તમે તદ્દન નિરાવલંબન બનો અને કેવલ એક આત્મામાં જ દષ્ટિ કરીને કેવલ જ્ઞાતાદ્રષ્ટા રહ્યા કરો. કહ્યું છે કે
" एगो मे सासदो अप्पा
णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे
સંનો નવMITI અર્થ - જ્ઞાનદર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.
“એક દેખિયે જાનિયે,
રમિ રહિયે ઈક ઠીર; સમલ વિમલ ન વિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર.
અનુવાદક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com