________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન કોઈ ભૂલ-ભ્રમ છે. પુરુષનો (આત્માનો) મૂળ વસ્તુત્વભાવ આ જ છે કે આ ભૂલ જતાં જે રહે. જ્યારે આ વિધિને સાચી કરીને (સમજીને) વીતરાગની જંગમ સ્થાવર પ્રતિમા દેખતાં વિચાર આવ્યો ત્યારે જ આ તરફ પોતા સંબંધી પણ વિચાર આવતાં શું દેખ્યું? પોતાને નિઃસંદેહ સરાગી દેખ્યો. એ રીતે પોતાને સરાગી દેખતાં આ નિર્ણય થયો-જેવી રીતે આ જીવો (પૂર્વ) સરાગી હતા, (હવે) તે વીતરાગ થઈને વસ્તુત્વભાવરૂપે રહી ગયા છે, તેવી રીતે મારો પણ વિકાર-રાગ જશે ત્યારે હું પણ વસ્તુસ્વભાવના રૂપને એ પ્રમાણે પ્રત્યક્ષ બહાર કાઢીશ (પ્રગટાવીશ).
| નિઃસંદેહ તો હું, મૂળ વીતરાગ જે વસ્તુત્વભાવ છે તે જ હું છું. તે વસ્તુભાવથી અભેદ છું, હું જ છું. વળી જે આ રાગાદિ વિકારનો પ્રસાર છે, તે વિકાર છે, કાંઈ વસ્તુત્વભાવની અંદર તો તે નથી. (પણ માત્ર) વસ્તુત્વભાવની ઉપર ઉપર કોઈ દોષ ઊપજ્યો છે. મૂળ તો હું તે જ છું કે આ વિકાર જતાં જે રહી જાય છે, તે જ નિઃસંદેહ હું છું વળી આ વિકારનો બધો પ્રસાર કાળ પામીને જાય તો જાઓ પરંતુ હું મૂળ વતરાગરૂપ સ્વભાવ છું તો આ રીતે વીતરાગની પ્રતિમા દેખતાં પોતાને જ વીતરાગથી અભેદ સમ્યગૂ જાણવાના પરિણામ થાય છે તેથી, જેવી રીતે દર્પણનું દર્શન મુખના દર્શનને દર્શાવે છે તેવી રીતે વીતરાગની જંગમ-સ્થાવર પ્રતિમાનું જે દર્શન છે તે દર્શન પણ સંસારી જીવને વસ્તુત્વભાવ દર્શાવે છે–દેખાડે છે તેથી આ પ્રતિમાને દેવત્વ નામ પ્રાપ્ત થયું કારણ કે આ વીતરાગની પ્રતિમાને દેખતાં નિસ્યદેહુ તે સંસારીને જીવનું નિજરૂપ દેખાડવાનું નિમિત્ત છે તેથી એ રીતે પ્રતિમાને દેવત્વનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com