________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-હર્તા નથી, તો આણે મારું ભલું કર્યું, આણે મારું ખરાબ કર્યું તે મિથ્યા માન્યતા છોડ. તે મિથ્યા માન્યતા છૂટવાથી તેને જ શાંતિનો અચૂક અનુભવ થશે.
“હું ધ્રુવ છું, એકરૂપ છું, કૃતકૃત્ય છું, મારે કાંઈ કરવાનું રહેતું નથી, હું પરને કે શુભાશુભભાવને ફેરવી શકતો નથી, માત્ર સાક્ષીરૂપે તેનો જ્ઞાનદા છું” આવી સ્વાવલંબન બુદ્ધિ જ જીવને કાર્યકારી છે. માટે શુદ્ધ આત્માની વારંવાર ભાવના કર, પ્રતીતિ કર અને શુદ્ધ આત્મામાં સ્થિરતા કર.
જેમ નદીમાં પ્રબળ પૂર આવ્યું હોય અને તેમાં તણાતો માણસ સ્થિર ઝાડને બાથ ભીડી લે તો ઝાડ તેમને તણાવા, બચાવવાના પરિણામ કરતું નથી પણ તેના આશ્રયે આપોઆપ તે માણસ બચી જાય છે, તેમ પરમપરિણામિક ભાવનો આશ્રય કરતાં, તે પરમપરિણામિક ભાવ બંધમોક્ષના કારણરૂપે ન પરિણમવા છતાં, તેના આશ્રયથી (તેના તરફના વલણથી ) જીવ સંસારપરિભ્રમણમાં ભટકતો બચી જાય છે.
આ કથનનો ઉદ્દેશ એ છે કે પ્રત્યેક જીવ આત્માભિમુખ થઈને નિજજાતિસ્વભાવનો અનુભવ કરે અને સંપૂર્ણ સુખને પ્રાપ્ત
કરે.
ગ્રંથકાર જ આ ગ્રંથના સારરૂપ કરેલા આમાવલોકન સ્તોત્રમાં કહે છે કે -અજ્ઞાની જીવ જ્ઞાનની ઉઘાડ-અવસ્થાને દેખે છે પણ જેમાંથી જ્ઞાનની અવસ્થા ઉત્પન્ન થાય છે તેવા અખંડ આત્માને દેખતો નથી. તે જ જીવની ભ્રમણા છે. શક્તિની વ્યક્તતા થાય છે એવી ગુપ્ત શક્તિના ચમત્કારનો ખ્યાલ અજ્ઞાની જીવને આવી શક્તો નથી. સમયજ્ઞ શ્રીમદ્ રામચંદ્ર કહે છે કે “અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું કે, - ગુત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. શ્રીસમયસાર પરમાગમમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com