________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ લક્ષ હોય છે. જ્ઞાનીને પરથી ઉપેક્ષાબુદ્ધિ અને અખંડ આત્માના જ્ઞાતાદાસ્વભાવનું ભાન યુગપત્ નિરંતર વર્તે છે.
સમ્યગ્દષ્ટિ થતાં તે જીવદ્રવ્યમાં જ્ઞાનગુણની જે શક્તિ સાક્ષાત્ પ્રત્યક્ષ થઈ તે આ રીતે પ્રવર્તી કે આ સ્થાનકમાં આ જ્ઞાન, આ આત્મવસ્તુપ્રમાણ તાદામ્ય વ્યાપ્યવ્યાપકરૂપ છે. આ જ્ઞાનશક્તિને જાણવાનું નામ સ્વસંવેદન કહેવામાં આવે છે.
વળી જ્ઞાનીનું જ્ઞાન પરદ્રવ્યને અવલંબે છે પણ તેના જ્ઞાને તે ચેતનસ્વભાવની જ્ઞાતાદષ્ટાલક્ષણમય મૂર્તિનું શક્તિરૂપે પ્રત્યક્ષ આસ્તિક્ય કરી રાખેલું છે
વળી તે જ્ઞાન પરદ્રવ્યરૂપ શેયોને દેખતાં-જાણતાં જ્ઞાતાદામય ચેતનસ્વભાવની સૂરતને તેમાં મેળવી દેતું નથી, પરદ્રવ્યરૂપ શેયોની સાથે એકમેકરૂપ કરતું નથી, ચેતનસ્વભાવને જાદું રાખે છે.
અહીં એક તાત્પર્યની વાત સાંભળી લે. તારા કાર્યને સુધારવાની વાત આટલી જ કે તું ચેતન પરિણામને દેખ, જાણનારને દેખ. તાદાભ્યવ્યાપ્યાપકરૂપે તો નિર્મળ કેવલ એક ચેતનવસ્તુનો જ પિંડ (દલ) છે, તેમાં અશુદ્ધભાવ ચંચમાત્ર મળ્યો નથી. અહીં તમે એક વસ્તુ, વસ્તુનું રૂપ છો, છતાં જો તમને પોતાનું પરમાત્મકાર્ય સાધી લેવાની ચાહ હોય તો તમે સારરૂપ આટલું જ પ્રવર્તે, અનુભવો, સાધો. “આ તમારા એકરૂપ તાદાભ્યરૂપને પ્રત્યક્ષ દેખો, જાણો અને સ્થિર રહો.” આટલી જ રીત તમને પરમાત્મારૂપ થવામાં કાર્યકારી છે, અન્ય વિકલ્પજાળ કાર્યકારી નથી, એ રીતે નિ:શંકપણે જાણો. પરમાત્મપ્રાપ્તિની સકલ રીતિ આ છે એમ તમે નિઃસંદેહુપણે જાણો. તેથી તમારે આ રીતિમાં ઉધમવંત થવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com