________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુતા પોતાના ઘરમાં વસે છે, દુ:ખરૂપી દીનતા પારકા ઘરમાં વસે છે. આ પ્રત્યક્ષ સ્વરૂપ વિચારીને પોતાના ચેતન ઘરમાં રહો.
અજ્ઞાની જીવ સુખની સતત ઝંખના કરે છે, સુખની પ્રાપ્તિ માટે પોતાના પરિચયમાં આવતી પરવસ્તુમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરે છે. પરમાંથી સુખ મળશે એવી જીવની માન્યતા જીવને પરાવલંબન તરફ દોરી જાય છે પણ પરમાંથી સુખ શોધવાની જીવની દિશા ઉલટી છે. સ્વમાં સુખ છે, પરમાં સુખ નથી તો પરમાંથી સુખ કેવી રીતે મળે ?
પરાવલંબન દુઃખ છે, સ્વાવલંબન સુખ છે. આ પ્રત્યક્ષ લક્ષણને ઓળખીને સુખના ભંડારરૂપ પોતાને અવલંબવું. જ્ઞાનીને અભિપ્રાયમાંથી પરાવલંબન બુદ્ધિ સર્વથા છૂટી જાય છે, એકલી સ્વાવલંબન બુદ્ધિ જ રહે છે. જ્ઞાનીને ચારિત્રમાં જે કાંઈ પરાવલંબનપણું છે તે દષ્ટિના જોરે સ્વદ્રવ્યને સ્પર્શતાં તૂટતું જાય છે.
જેમ સ્ફટિકમણિ લાલ લીલા કપડાંથી લાલ લીલો ભાસે છે છતાં તે સ્ફટિકમણિ તે જ વખતે શક્તિએ નિર્મળ છે તેમ ભાન થઈ શકે છે તેવી રીતે વિકારી અવસ્થામાં પણ તે વખતે પોતાની મૂળ શક્તિ શુદ્ધ છે તેમ ભાન થઈ શકે છે. “મૂળ ચેતના વસ્તુ માત્ર આવી સ્વાવલંબનપ્રતીતિ જ જીવને એક કાર્યકારી છે, મૂળચેતનાવસ્તુમાત્ર” ની પ્રતીતિ અને તેમાં જ સ્થિરતા તે વિકાર ટાળવાનો અને શુદ્ધ આત્માને અનુભવવાનો એક અમોઘ ઉપાય છે.
આ વાત જાણીને શું કરવું? તે પ્રશ્નનો ઉત્તર આ છે કે સિદ્ધાંતનો નિર્ણય કરીને તેને ઉપદેશબોધમાં પરિણામભાવ, ઉપદેશબોધ વડ સ્વરૂપસંબોધન કર. શી રીતે ? તો આ રીતે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com