________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
વિકારભાવનો દોષ આ જીવને અનાદિથી ઊપજ્યો છે. ત્યાં તે વિકારી પર્યાયો તે જીવની અવસ્થાઓ છે, મૂળ વસ્તુ નથી. તે વિકારી પર્યાયમાં જીવ તન્મય થાય છે તેથી તેની અજ્ઞાનદશા થઈ રહી છે.
જીવમાં વિકારરૂપ પરભાવ ટળે ત્યારે નિજજાતિસ્વભાવ પ્રગટે છે. આ પરભાવો જીવના કોઈ નિજજાતિસ્વભાવ નથી જ.
આ જીવનો જ્ઞાનગુણ તો અજ્ઞાનપ્રવાહે કરીને પરિણમ્યો. જેટલી પરવસ્તુ છે તે સર્વને પોતારૂપ જાણે છે, પોતાને પરરૂપ જાણે છે. શ્રદ્ધાગુણની પરિણતિ મિથ્યાત્વરૂપે પ્રવર્તા. સ્વની સ્વ-રૂપે પ્રતીતિ નથી, પરની પર-રૂપે પ્રતીતિ નથી. પોતે નથી” એવા ભ્રમરૂપે પોતે થયો. ચારિત્ર વિભાવરૂપ પ્રવર્યું. ત્યાં ચારિત્ર નિજવસ્તુસ્વભાવની સ્થિરતા છોડીને પરપુદ્ગલના વિકારભાવમાં જ સ્થિરતા કરે છે.
જ્યારે જ્ઞાનગુણ સમ્યક પરિણમ્યો, કેવલ જાણવારૂપ પરિણમ્યો. ત્યારે તે સ્વયજાતિભેદ જુદો જાણે છે, પરય જાતિભેદ જાદો જાણે છે. સમ્યકત્વનો ગુણ, વિકાર રહિત થઈને પોતાના શુદ્ધ શ્રદ્ધાનરૂપે થઈ પ્રવર્યો ત્યારે સ્વજાતિનું સ્વજાતિએ કરીને જાદુ આસ્તિક્ય થયું. ચારિત્રગુણ કેવલ નિજરૂપ થઈ પ્રવર્યો, પર છોડયું, નિજસ્વભાવમાં સ્થિરતા કરી. આ સમ્ય ભેદભેદ વિકલ્પથી સમજાવ્યું. આ ચેતના સમ્યગ્રંથી અભેદ છે. સમ્યભાવ જીવને અન્ય સર્વ વિકલ્પથી જુદો દર્શાવે છે. પોતાના સર્વ અનંતગુણોનો પુંજ તેને વસ્તુ (-દ્રવ્યદલ). કહેવામાં આવે છે. તે વસ્તુને જ્ઞાન તો જાણે છે, દર્શન તો દેખે છે (– શ્રદ્ધા છે ), ચારિત્ર તો તેમાં સ્થિર થઈને આચરે છે.
શ્રી સમાધિતંત્રમાં કહ્યું છે કે આત્માનું સ્વરૂપ બીજાઓથી સાંભળવા છતાં જ્યાંસુધી સ્વ અને પર ભિન્ન છે એવી ભાવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com