________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચામર ઢાળતા, એવા છ ખંડના અધિપતિ, તે પણ મુનિ થઈ જંગલ ક્ષેત્રે ચાલ્યા. એને દેહની મમતા પ્રથમથી જ નહોતી, પણ ચારિત્રમોહનો ઉદય રાગ (ઇચ્છા) વર્તે છે તેનો વિકલ્પ તોડીને, નગ્નપણે, સાતમી સાધક ભૂમિકામાં પ્રવેશ કરે છે, અને તે વખતે ચોથું જ્ઞાન (મન:પર્યય) પ્રગટે છે. સ્વરૂપના સાધનમાં પોતાનો બેહદ સ્વભાવ દીઠો છે તેથી ધર્માત્માને દેહદૃષ્ટિ હેજે ટળી જાય છે. દેહમાં અગવડતા આવતાં દુ:ખનો અનુભવ થતો નથી.
“જહા જાયા” જન્મ વખતે જેવો દેહ હોય છે તેવી દેહની સ્થિતિ આત્માની સાધકદશામાં હોય છે. સાધકદશામાં ૨૮ મૂળગુણ જોગાનુજોગ નિમિત્ત હોય છે, તે મુનિપણું (નિર્ગથ સાધકદશા ) હોય ત્યારે અતિ ગંભીર નિર્વિકારી વીતરાગ શાંત વૈરાગ્યવંત નિર્દોષ મુદ્રા હોય છે. એવા ગુણના ભંડાર મુનિ એક
ન્યાયે બાળક જેવા સરળ નિર્દોષ છે. આત્મસમાધિસ્થ પરમ પવિત્ર જ્ઞાનદશામાં રમણ કરનારા મુનિ છે. છઠ્ઠી ગુણસ્થાનક સુધી આહાર લેવાનો વિકલ્પ આવે છે, ત્યાં આહાર લેવાની વૃત્તિ છે પણ તેમાં મૂછ કે લોલુપતા નથી. શરીરના રાગ અર્થે નહિ પણ સંયમના નિર્વાહ અર્થે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com