________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૫) અપૂર્વ અવસરની ભાવનામાં એવી રુચિનું રટન થાય છે કે ઉત્કૃષ્ટ સાધકદશા પ્રગટો, અને શુભાશુભ પ્રકૃતિના કોઈ પણ ઉદયનો એવો ક્ષય કરું કે ફરીને બંધન ન થાય. જે કાંઈ વિકલ્પ ઉઠે તે જ ક્ષણે અખંડ, અબંધ, અપૂર્વ દશાવડે તેને છેદું; એટલે કે મારી શુદ્ધ દશારૂપ બાણને ઉગ્ર કરીને, કર્મ ઉદયની સૂક્ષ્મ સંધિના જોડાણ ભાવને પુરુષાર્થવડે તોડી નાખું, એવી ઉત્કૃષ્ટ સાધકદશા કયારે આવશે એ ભાવના અહીં છે. બહુ ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ લેશમાત્ર ક્રોધ ન થાય. ક્રોધાદિ કષાય કરવાનો અભિપ્રાય નથી; પણ જે પૂર્વે ભૂલનું નિમિત્ત પામી આવેલાં કર્મ, તેની પ્રગટ થતી અવસ્થા શીધ્ર ટળી જાય, એવી સ્વરૂપ સ્થિરતાની જમાવટનો ઉગ્ર પુરુષાર્થ લાવું. પોતે નિરપરાધી છતાં પણ કોઈ દેવ, મનુષ્ય, તિર્યંચ અથવા અચેતન પ્રકૃતિનો ઘોર ઉપસર્ગ-અશાતાના ઉદયમાં આવે તોપણ તે પ્રત્યે લેશમાત્ર ક્રોધ કરું નહિ; કારણ કે પૂર્વ કર્મકૃત અશાતાવેદનીયાદિ ઘણા પ્રકારનાં કર્મ બંધાયેલાં છે; તે તેની સ્થિતિ પૂરી થતાં ફળ દઈને ખરી જવાનાં છે, તે અસ્થાયી હંદવાળાં ક્ષણિક છે, તેનાથી જ્ઞાનગુણને હાનિ નથી. કોઈ માને કે મેં ઘણું સહન કર્યું તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com