Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 172
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૪) ચૈતન્યભગવાન આત્મા ઉપર આઠ કર્મ પુદ્ગલના પરમાણુઓનો બંધ હતો ત્યાં સુધી તે સંસારમાં હતો, પણ તેનો જ્ઞાન-ધ્યાનથી નાશ કર્યો, તેથી પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપે ચૌદ રાજલોકના છેડે સિદ્ધશીલા આઠમી પૃથ્વી ઉપર બિરાજે છે. | ૧૮ાા હવે આત્માનો સિદ્ધપર્યાય પ્રગટે તે સમયે કેવી દશા હોય છે, તે જણાવે છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ા ૧૯ાા પૂર્વ પ્રયોગાદિ કારણોમાં એક ન્યાય ઘટે છે. અનાદિ કાળનો અજ્ઞાનભાવ હતો તેને ટાળતાં સમ્યક્દર્શન (આત્મજ્ઞાન) દશા પ્રગટે છે; અને ત્યારે પૂર્ણ શુદ્ધતા (મોક્ષસ્વભાવ) ની અવસ્થા પ્રગટ કરવા માટે સ્વ-સ્વરૂપે વર્તવાનો એટલે કે જ્ઞાનની સ્થિરતા-રમણારૂપ પુરુષાર્થ જીવ પ્રગટ કરે છે. આ ગુણશ્રેણીરૂપ અંતરંગ જ્ઞાનમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190