Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 185
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૭) કથન ન્યાયપૂર્વક કર્યું છે. આત્મા નિરપેક્ષ તત્ત્વ છે, પર નિમિત્તની અપેક્ષાથી રહિત છે; છતાં કથનભેદથી અનેકાન્ત ધર્મ સહિત તેનું વર્ણન કરવામાં આવ્યું છે. વાણી જડ, વર્ણાદિ રૂપી ગુણવાળી તે અરૂપી આત્માને કેટલોક કહી શકે ? પણ વાચક શબ્દ પાછળના વાચ્ય અર્થરૂપ આત્માને સત્સમાગમથી, ગુરુ આજ્ઞાથી ઓળખી શકાય છે, અને સમજી શકાય છે. આત્મતત્ત્વ અનુપમ (ઉપમારહિત) હોવાથી કોઈ જડ વસ્તુ સાથે સરખાવી શકાય નહીં. ગાયના તાજા ઘીનો સ્વાદ, ખાવાવાળાને અનુભવમાં આવે, પણ તેને કોઈ ઉપમા આપીને સંતોષકારક રીતે સમજાવી શકાય નહીં; તો પછી અરૂપી અતીન્દ્રિય આત્માનું વર્ણન વિકલ્પથી કે વાણીથી કેમ થઈ શકે? ભગવાન વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકરદેવને વાણીયોગ હતો, છતાં તેઓ આત્માનું વર્ણન પૂર્ણ રીતે કહી શકયા નહીં, પણ કથંચિત્ ઈશારાથીસંજ્ઞાથી તેમણે સમજાવ્યું છે. તેમ વર્તમાન જ્ઞાની પુરુષો, જેઓને આત્માનો અનુભવ છે, તેઓ બીજા લાયક જીવોને વચન-સંજ્ઞાથી પ્રથમ જીવનું લક્ષણ સમજાવે છે. પછી લક્ષણથી વસ્તુતત્ત્વનું લક્ષ કરાવે છે. (સમજાવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190