Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 189
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૮૧) આનંદ વેદી શકાય નહીં. પણ રાગરહિત જ્ઞાનની સ્થિરતા (એકાગ્રતા) થી સમ્યકજ્ઞાની પરોક્ષ તથા પ્રત્યક્ષ પ્રમાણથી જાણે છે, તેથી આત્મા માત્ર જ્ઞાનગમ્ય છે. || રા એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ તા ૨૧ાા અપૂર્વ અવસર' કાવ્ય પૂર્ણ કરતાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે – પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપની પૂર્ણ પવિત્ર સ્થિતિને પ્રાપ્ત કરવાનું મેં સ્વાનુભવના લક્ષે ધ્યાન કર્યું પણ હાલ તે ગજા વગરનું અને મનોરથરૂપ છે. મનરૂપી રથવડે અપૂર્વ રુચિથી પૂર્ણતાની ભાવના કરું છું. પૂર્ણતા માટે જેવો પુરુષાર્થ અને અંતરરમણતા (સ્વરૂપસ્થિરતા) જોઈએ તે વર્તમાનમાં જણાતાં નથી. યથાર્થ નિગ્રંથપણાનો પુરુષાર્થ કરવાની શક્તિની વર્તમાનમાં નબળાઈ છે, પણ દર્શનવિશુદ્ધિ છે; તેથી નિશ્ચય શુદ્ધ સ્વરૂપના લક્ષે એક ભવ પછી, જ્યાં સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તીર્થકર બિરાજતા હોય ત્યાં પ્રભુ આજ્ઞા અંગીકાર કરી નિગ્રંથ માર્ગમાં ઉત્કૃષ્ટ સાધક સ્વભાવનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 187 188 189 190