Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 170
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬ર) અને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં સ્વગુણ ઉત્કૃષ્ટપણે (પૂર્ણપણે) પરિણમતો હોવા છતાં, પોતાના એકરૂપ સ્વદ્રવ્યની મર્યાદા ઉલ્લંઘીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશોમાં આત્માનો ગુણ ફેલાઈ જતો નથી; એવા મધ્યમ પરિણામ અગુરુલઘુ ગુણના કારણે છે. અન્ય ગુણ કે અન્ય દ્રવ્ય અન્યપણે ન થાય એ પણ અગુરુલઘુ ગુણનું કાર્ય છે. દરેક વસ્તુ જેવી છે તેવો સ્વભાવ અને ગુણ-પર્યાય હોય છે, આ ગુણને સ્વભાવપર્યાય પણ કહેવાય છે. આ ગુણથી મનુષ્યદેહમાં રહેલો આત્મા સ્વગુણોને પ્રગટ કરીને પૂર્ણ શુદ્ધતાને પામે છે, તે ગુણના ઉપચારથી મનુષ્યપર્યાયનો મહિમા છે. અત્રે જે અગુરુલઘુગુણ કહ્યો છે તે સ્વસત્તાનો (આત્માને) એક ગુણ છે. અમૂર્ત એટલે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત; એવો અમૂર્તિક (અરૂપી) જીવ પદાર્થ છે. “સહજ પદરૂપ જો.” એટલે જે છે તે સહજસ્વભાવે અનંત આનંદ સ્વરૂપ, જેમ છે તેમ પ્રગટવું સ્વાભાવિક સિદ્ધસ્વરૂપ પૂર્ણ આત્મપદ જે અવિનાશી સહજાનંદ શુદ્ધ સ્વરૂપ છે, એ હાલત જલદી પ્રગટો એવી આ ગાથામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190