Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 169
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૧) ક્ષારરસની લીલાના અવલંબન વડે ક્ષારરસથી જ ભરચક ભર્યો પડ્યો છે, તેમ જે એક જ્ઞાનસ્વરૂપને અવલંબે છે તે કેવળ જ્ઞાનરસથી ભરચક ભર્યો પડયો પોતાને અનુભવે છે. જેનો સ્વભાવ ખંડિત કરવા કોઈ સમર્થ નથી, જે સ્વભાવથી જ પ્રગટ છે, કોઈએ રચ્યું નથી અને હંમેશા જેનો જ્ઞાનાનંદ વિલાસ પ્રગટ છે, તે અરૂપી વસ્તુ ચૈતન્યરૂપ છે તેથી જીવને ચૈતન્યમૂર્તિ કહેવામાં આવે છે. “અનન્યમય :- જેના જેવો બીજો કોઈ નહીં. અનંત સિદ્ધ આત્મા શુદ્ધ-બુદ્ધ, એકસ્વભાવને ધારણ કરવાવાળા છે, દરેક આત્મા સિદ્ધ જેવો છે. હવે ચોથું પદ “અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો ”નો અર્થ- અગુરુલઘુ એ નામનો એક ગુણ છે તે છએ દ્રવ્યોમાં છે; આત્મા અને જ્ઞાનગુણ અભેદ વસ્તુ છે, તે જ્ઞાનગુણમાં આત્માના અનંત ગુણો (ધર્મો) સમાઈ જાય છે, તેની ચેતનરૂપ હાલત અનાદિ-અનંત છે. આ જીવદ્રવ્યનું પરિણમન ઉત્કૃષ્ટપણે હીણું (વિકારપણે) પરિણમે તો નિગોદમાં જાય ત્યાં જ્ઞાનશક્તિ ઘણી ઢંકાઈ જાય છે, તોપણ સ્વગુણનો એક અંશ પણ અન્યપણે-જડપણે થતો નથી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190