Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 167
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૯) છે, અને એ અશુચિય કલંક-(દેહ) ને સર્વસ્વ માની ગાંડો થાય છે, અને આકુળતાને સુખ માને છે. જ્ઞાની તેવા જીવને કહે છે કે તું દેહાદિ, રાગદ્વેષ તથા પુણ્ય-પાપથી જુદો છો; એક વાર એ જડ પ્રકૃતિના વસ્ત્રથી જાદો થઈ નાગો- (સર્વ પરભાવથી મુક્ત) થા, તો ખબર પડશે કે તારા સ્વભાવમાં ઉપાધિમાત્ર નથી; એકવાર મોહકર્મની અસરથી જાદો થઈ સ્વરૂપસન્મુખ થા, તો તારો ચૈતન્ય ભગવાન જ તારી રક્ષા કરશે, એટલે તું સ્વરૂપમાં સાવધાન રહીશ. આમ વસ્તુસ્થિતિ સ્પષ્ટ હોવા છતાં જગતને સંસારની ઉપાધિનો પ્રેમ છૂટતો નથી; ત્યારે જ્ઞાની ધર્માત્મા પોતાની અસંગ દશા પ્રગટ કરવાની ભાવના ભાવે છે કે, “ એક પરમાણુમાત્રની ન મળે સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,” એવો હું કયારે થઈશ? આ જાતની ભાવનામાં જે જાગતું જીવન જીવે છે તે મનુષ્ય-ભવમાં રહી પોતાની સ્વાધીન દશા ઉઘાડી માલ કાઢી ગયા અને કાઢી જાય છે. સંસારની રૂચિ છોડ્યા વિના આ પરમ તત્ત્વ કેમ સમજાય ? પુણ્યાદિ પરવસ્તુમાં જેને સુખબુદ્ધિ છે તેને સંસારની અરુચિ અને સાચી સમજણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190