Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 179
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૧) ઇચ્છે છે પણ સુખનો સાચો ઉપાય કરતા નથી; દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખનાં કારણો છોડતા નથી. દુઃખનું બીજું નામ અશાંતિ છે. તે અશાંતિનું કારણ અજ્ઞાન અથવા દર્શનમોહ-મિથ્યાત્વ છે, સ્વરૂપની ભૂલ છે. તે ઊંધી માન્યતારૂપ અજ્ઞાનનો અભાવ સમ્યક્દર્શન અને સમ્યગ્રજ્ઞાન વડે થાય છે. પુણ્ય-પાપ અને રાગ-દ્વેષરૂપ ઉપાધિની અસરથી ભિન્ન એવી સ્વરૂપસ્થિરતા સત્ય પુરુષાર્થ વડે પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેથી નિરાકુળ સુખદશા પ્રગટે છે. નિરાકુળતા એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિરહિત શાંતિ. આધિ:- મનના શુભાશુભ વિકલ્પોઅધ્યવસાય. તે વિકારી કાર્ય એટલે ચૈતન્યની અસ્થિરતા છે. વ્યાધિ – શરીરની રોગાદિ પીડાને વ્યાધિ કહેવાય છે. ઉપાધિ - સ્ત્રી, ધન, પુત્ર, આબરૂ વગેરેની ચિંતા કરવી તેને ઉપાધિ કહેવાય છે. આ ત્રણે પ્રકાર- (આધિ, વ્યાધિ, ઉપાધિ) ની આકુળતા રહિત સહજાનંદરૂપ સુખદશા છે, તેવા અનંત સમાધિસુખમાં અનંત સિદ્ધ ભગવાન આત્મા બિરાજે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190