Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 182
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૪) એક પદાર્થ સંબંધી જ્ઞાનનો વિકલ્પ છૂટીને બીજા પદાર્થ તરફ વલણ થયું અને હજી બીજા પદાર્થ સંબંધી બોધ થયો નથી, તે વચ્ચેનો સામાન્ય વલણરૂપ (દર્શનમાં ચેતવારૂપ ) ઉપયોગ છદ્મસ્થ જીવ આશ્રયે છે; સિદ્ધ ભગવાન તથા કેવળજ્ઞાની સર્વજ્ઞને એક જ સમયે અનંત સામર્થ્યસ્વરૂપ દર્શનજ્ઞાન ઉપયોગ છે. તેમાં વિશ્વના સમસ્ત જીવ-અજીવ દ્રવ્યોના સામાન્ય વિશેષ સર્વભાવો સમય માત્રામાં સહેજે જણાય છે. નિશ્ચયથી કેવળ સ્વને જ જાણે છે, દેખે છે. સર્વજ્ઞને અનંત દર્શન જ્ઞાનનું બેહદ સામર્થ્ય છે, અનંત સુખ છે, બધા ગુણોને ટકાવી રાખનાર અનંત વીર્ય (બળ) નામનો ગુણ છે; એવા અનંત ગુણોવાળી પૂર્ણ પરમાત્મદશા પ્રગટ થાય એવો અપૂર્વ અવસર' કયારે આવે, તેની અહીં ભાવના છે. || ૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વા ૨૦ ા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190