________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૭)
અહિંસા-આદિ સંયમભાવના ગુણો, વીતરાગતા, સમતા વધતાં મહાપુણ્યવંતને જડ ઋદ્ધિઓ(વચનસિદ્ધિ, અણિમા, મહિમા વગરે) પ્રગટે છે.
રિદ્ધિ-સિદ્ધિ દાસી સવી ઘટમાં પેસે' પણ એ સિદ્ધિઓ પ્રગટી છે કે નહીં તે જોવામાં હું અટકું નહીં, એવી ભાવના છે. મારામાં અનંતસુખ છે, હું સ્વયં આનંદઘન સિદ્ધ છું; એમાં ઉપાધિજન્ય જડ પુણ્યની લબ્ધિનો શા માટે વિચાર? અમૃત જેવા ઉત્તમ આહાર ખાનાર વિષ્ટા-મળનો વિચાર ન કરે; તેમ મુનિને પૂર્ણ શુદ્ધ આત્મા સિવાય બીજાનો એટલે કે રાગાદિનો વિચાર ન હોય. પૂર્ણ શુદ્ધ નિજપદ ન પ્રગટે ત્યાંસુધી એક સમયમાત્ર પ્રમાદમાં અટકું તો ઘણું નુકશાન છે એમ જેણે જાણ્યું છે, અને પૂર્ણ થવાની દઢતર રુચિ જેને વધતી જાય છે, તે પોતાના પુરુષાર્થને ઉપાધિમાં કેમ જોડે ? જોડે જ નહીં. કોઈ મુનિને ઘૂંકમાં કે પેશાબમાં પણ લબ્ધિ હોય છે, પણ એવી પુણ્યની લબ્ધિ છે કે નહીં તેનો વિચાર પણ આત્માર્થી ન કરે. જ્યાં તદ્દન નિર્લોભતા- વીતરાગ દશાનો પુરુષાર્થ ઘૂંટાય છે ત્યાં કોઈ પરનિમિત્તમાં અટકવું ન બને, વિશેષ બળવાન સિદ્ધિ પ્રગટયા છતાં તે સંબંધી વિકલ્પ ન રહે એવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com