________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૬) કેવળજ્ઞાન ઉપર જ અડોલ મીટ માંડી છે, એટલે તેમાં વીર્યને જાડતો સળંગ સ્થિરતા ટકાવી રાખે. વચ્ચે કદાપિ દેહ જવાનો પ્રસંગ આવે તોપણ પુરુષાર્થની ગતિ બદલાય નહીં. મોહભાવ કે માયાનો અંશ પણ આવે નહીં; કદી પણ પુરુષાર્થની વક્રકુટિલ ગતિ ન થાય. આવા વીતરાગ ભાવનો પુરુષાર્થ જ્યારે પ્રગટ કરીશ, તે કાળને ધન્ય છે, એવી ભાવના અહીં ભાવી છે.
અહીં કહેવાનો આશય એ છે કે – દેહનાશના સમયે પણ મારો અતીન્દ્રિય પુરુષાર્થ સળંગ રહો ! દેહભાવનો વિકલ્પ પણ વચ્ચે નહીં, કદી ઘોર ઉપસર્ગ હો તો અપૂર્વ સમાધિમરણ (પંડિતમરણ) ની જાગૃતિ વધી જાઓ, દેહ જાય છતાં માયા રોમમાં પણ ન થાઓ! કોઈ કાળે સ્વભાવ પરિણતિની ગતિ વિપરીત ન થાઓ. એવો અપૂર્વ અવસર કયારે આવશે તેની આ ભાવના છે.
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો” વચનસિદ્ધિ, અણિમા-આદિ સિદ્ધિ, લબ્ધિ યોગરૂપે પુણ્ય પ્રકૃતિઓ પ્રગટે, છતાં તે સન્મુખ જોવાનો વિકલ્પ પણ ન આવે; નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ, સત્યવ્રત,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com