________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૯૫)
વીતરાગભાવ છે. કોઈ મિત્ર હોય, શરીરની બધી સગવડતા પૂરી પાડે, એક વચનની આજ્ઞા સાંભળતાં અનેક સગવડતા હાજર કરે, બહુ વિનય કરે તેવા મિત્ર પ્રત્યે પણ રાગીપણું નથી, એમ શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા છે; તેથી કોઈ દુર્જનને સજ્જન માને એમ કહેવું નથી, પણ જ્ઞાનમાં જાણે કે તેની પ્રકૃતિની મર્યાદા તેટલી છે; ઝેરને ઝેર જાણે, ક્રોધીને ક્રોધ પ્રકૃતિવાળો જાણે, સજ્જનને સજ્જન જાણે, પણ બન્ને સરખા ગુણી છે એમ ન માનેે; જેમ છે તેમ જાણે, પણ કોઈથી હર્ષ-શોક કે ઠીક-અઠીકપણું ન કરે. એમ બે પ્રત્યે “સમ ” નું જોડલું લઈને આગળ ઉત્કૃષ્ટતાએ લઈ જાય છે કે “ જીવિત કે મરણે નહી ન્યૂન-અધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.” એવી એકધારાએ સમભાવ પ્રગટે એવો અપૂર્વ અવસ૨ કયારે આવશે? એવી ભાવના ભાવી છે.
(૮
‘ અવસ૨ ’શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃઅવ + સર, અવ નિશ્ચય, સ૨ એટલે બાણ;શુદ્ધનયરૂપી ધનુષ્ય અને શુદ્ધ ઉપયોગની તીક્ષ્ણતાની એકાગ્રતારૂપી બાણ વડે સર્વ કર્મલંકનો નાશ થઈ જાય, તેવો અવસ૨ જલદી પ્રાપ્ત કરવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=