________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૫) (કેવળજ્ઞાન) પ્રગટ કરવાનો પુરુષાર્થ વર્તે છે. આવી નિર્માની નિર્ગથદશાનો અપૂર્વ અવસર મને કયારે આવશે? અહીં એ ભાવના ભાવી છે.
મોક્ષમાર્ગ પ્રગટ કરવાનો આ નિગ્રંથ માર્ગ છે; બીજો નથી. મુનિને ચક્રવર્તી રાજા ઘણું માન આપે. હજારો જન સમૂહ, અનેક રાણીઓ, તથા નોકરવર્ગ સહિત દર્શન કરે; છતાં મુનિને તેનું માન ન આવે; તે જાણે છે કે આત્માનું માન શબ્દોથી કે વિકલ્પથી થતું નથી, પોતાના ભાવનું તેને ફળ છે. કોઈ નિંદા કે સ્તુતિ કરે તો તે નામકર્મની પ્રકૃતિ છે, તેથી મને લાભ-હાનિ નથી, એમ માનનારા મુનિવરોને ધન્ય છે.
દેહ જાય પણ માયા થાય ન રોમમાં” સર્વોત્કૃષ્ટ સાધક દશાવાળા મુનિ પૂર્ણ શુદ્ધતાના પુરુષાર્થની રમણતામાં વર્તે છે. તેમાં કદી દેહનાશનો પ્રસંગ આવે, કદી ઘોર પરિષહનો પ્રસંગ આવે તોપણ દેહમાં અંશમાત્ર પણ મમતા ન થાય; પુરુષાર્થની સ્થિરતાથી છૂટી રાગદ્વેષમાં અટકવું ન થાય; સીધો પુરુષાર્થ વર્તે, તેમાં કુટિલતા ન થાય; સળંગ પુરુષાર્થ પૂર્ણતાના લક્ષે ચાલ્યો જ જાય. પૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com