________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૮) દૂર કરવા નથી કારણ કે નિમિત્તે દૂર કર્યા થતાં નથી, પણ તે સંબંધનું નિર્દોષ જ્ઞાન થાય છે, અથવા રાગ-દ્વેષ થઈ શકે છે, પણ નિમિત્તોના પ્રસંગને દૂર કરવાનું કોઈનું સામર્થ્ય નથી. માટે તે વખતે ક્ષમા ટકાવી રાખવી, તે પોતાના પુરુષાર્થને આધીન છે. અજ્ઞાની પર નિમિત્તને ટાળવા-દૂર કરવા માગે છે, પણ તેનું દૂર થવું જીવને આધીન નથી, જીવની સત્તાની તે વાત નથી; તેથી ધાર્યો પુરુષાર્થ તે (અજ્ઞાની) કરી શકે નહિ. તેથી અશાંતિ ટળી શકે નહીં. અને શાંતિ મળે નહીં. ધર્માત્મા નિમિત્તનું લક્ષ નહીં કરતાં પોતે જ સમતાભાવને-ક્ષમાસ્વભાવને ધારણ કરે છે.
સામાં જીવને ક્રોધ કરતાં અટકાવવો તે આ જીવના સામર્થ્યની વાત નથી પણ મારા સહજ સ્વભાવમાં હું સમતા કરું, તે મારી સત્તાની વાત છે. ઘાણીમાં પીલી નાખે છતાં અશરીરી ભાવ ટકાવી રાખવાની આ વાત છે. અહીં ઉત્કૃષ્ટ સાધકદશાની ભાવના છે. તેથી જ ઉત્કૃષ્ટ પરિષહુની વાત કરી છે. આ સહજ વીતરાગદશાની ભાવના છે. નિગ્રંથ મુનિદશામાં સળંગ આત્મસમાધિ જ્યારે વર્તે છે, ત્યારે બહાર શું થાય છે તેની કાંઈ ખબર રહેતી નથી. બોલે કોણ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com