________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૮) અટકે તેવા સ્વભાવે નથી.
જેને પર ચીજમાં તીવ્ર સ્નેહ છે. તેને તૃષ્ણા મોહરહિત જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ નથી. અમુક મોહ ટાળ્યા વિના ધર્મની નજીક અવાય નહિ. પૈસો ખરચે ખૂટે નહિ એ ન્યાયનો સિદ્ધાંત છે. મધ્યસ્થ વિચારથી યથાર્થપણે કુદરતી નિયમ સમજવા જેવો છે કે, દાન દેવાથી ધન ન ખૂટે પણ પુણ્ય ખૂટે તો ધન ખૂટે. નિર્લોભી અકષાયી પવિત્ર આત્મસ્વરૂપની ઓળખાણ થયા પછી, શુદ્ધાત્માનું લક્ષ નિરાલંબી જ્ઞાનભાવમાં વર્તે છે; તેથી પ્રથમ સંસાર તરફનો અશુભ રાગ બદલી સાચા ધર્મની પ્રભાવના અર્થે, લોભકષાયનો ત્યાગ કરે છે. સાચા ધર્મને સાધનારા ટકી રહો એટલે મારો વીતરાગભાવ વધી જાય, એવી ભાવનામાં ગૃહસ્થને અશુભથી બચવા માટે દાનાદિ ક્રિયા થયા વિના રહે નહિ. પરની ક્રિયા સાથે સંબંધ નથી, પણ ગુણની રુચિમાં સર્વથા રાગ ટળ્યો નથી, તેથી રાગ રહ્યો તેની દિશા બદલે છે, પણ શુભ રાગને મદદગાર માનતો નથી. પરથી તદ્દન નિવૃત્તિસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છું એવી સ્વાધીન તત્ત્વની રુચિ રાગનો નાશ કરનાર છે. તેથી બ્રહ્મચર્ય, સત્ય વગેરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com