________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પ૬) તેની માન્યતા જાદૂઠી છે; કારણ કે જ્ઞાનનો સ્વભાવ બેહદ જાણવું છે. છદ્મસ્થને તો અલ્પજ્ઞાન છે, કેવળજ્ઞાન પ્રગટે ત્યાં બધું-અનંતનું સહેજે જાણવું થાય છે. તે દશા વિના પોતે ઘણું જાણું, ઘણું સહ્યું એમ માનવું તે ભૂલ છે. કોઈ કહે કે કોઈ મને ગાળ દે, નિંદે તો કેટલી વાર મારે સહન કરવું, સહુન કરવાની કંઈ હુદ હોવી જોઈએ ને? પણ તેમ નથી. સહવું એટલે સમજણનું કાર્ય જાણવારૂપે રહેવું તે છે. અનંતી અગવડતાના સંયોગ દેખાયા કરે છતાં જ્ઞાન અટકવાના સ્વભાવવાળું નથી, જાણવું તેમાં દોષ કે દુઃખ નથી. જેમ છે તેમ જાણવું તે ગુણ છે. તેમાં અનંતી સમતા છે. આત્મા સદાય બેહદજ્ઞાનસમતાનો સમુદ્ર છે, પર ચીજને હું જાણું છું એમ કહેવું વ્યવહારમાત્ર છે, ખરેખર પોતે પોતાના જ્ઞાનની સ્વચ્છતાને પોતામાં જાણે દેખે છે, પર ચીજ કોઈને બગાડનાર કે સુધારનાર નથી. આત્મા સ્વાધીન જ્ઞાનસ્વરૂપે છે, રાગાદિ કે દેહાદિ વગેરે પરચીજપણે ત્રણકાળમાં નથી. એક દ્રવ્યમાં પરનું કારણ-કાર્યપણું, પરાધીનપણું કે પરને મદદગારપણું ત્રણલોક ત્રણકાળમાં નથી. એક તણખલાના બે કટકા કરવાની તાકાત કોઈ આત્મામાં નથી; છતાં
માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com