________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૯).
સગુણની રુચિ થયા વિના રહે નહિ, સ્વરૂપની સાચી ઓળખાણ થઈ કે તુરત જ ત્યાગી થઈ જાય એવો નિયમ નથી. સાચી ઓળખાણ થાય તેને વ્યવહારુ નીતિ તથા પરમાર્થે સત્ય પ્રગટ્યા વિના રહે નહિ, જ્યાં પરમાર્થસત્ય છે, ત્યાં વ્યવહાર ( નિમિત્ત) સત્ય વચનાદિ હોય જ. સત્યનું ભાન પ્રગટ કર્યું, ત્યાં અસત્નો (ખોટી સમજણનો) અંશ પણ ન રહે એવો ચોક્કસ નિયમ છે.
ચિ અનુયાયી વીર્ય” જેમાં જેનો પ્રેમ હોય તે ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે પુરુષાર્થ કરે જ, જેનું પોષાણ થાય તેને માટે મરી ફીટીને પણ મેળવવાનો પ્રયત્ન કરે જ એવો નિયમ છે. પરાધીનતાનું દુ:ખ દેખે તો દોષ-દુઃખ વિનાનો હું એકલો છું એમ વિચારે, અને બીજું બધું જતું કરી, છૂટવાનો ઉપાય ગોતે. જેમ નાની ઈયળ અથવા અળશિયું પત્થર તળે દબાણું છતાં જીવતરના લોભે, દેહ ઉપર ઘણું વજન છતાં દેહનો કટકો થઈ જાય તેટલું જોર કરીને બહાર નીકળે છે. મંકોડો જો કોઈને ચોંટે તો અર્ધ શરીર તૂટી જાય પણ મૂકે નહિ એમ દરેક જીવ પોતાને ગોઠેલું (કરવા ધારેલું) કરતો દેખાય છે. તેથી એમ સિદ્ધ થયું કે સમજણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com